We are under Update, Sorry for the inconvenience!
logo

Welcome to amazing world of Taste and Tastemakers.

સુચના

This is a beta version of the queenskitchen.in, in the process of being tested before its official release on 1st May, 2018. This being so, Queen's Kitchen does not give any warranties, whether express or implied, as to the suitability or usability of the website, its software or any of its content.

અબાઉટ અસ

ભારત દરેક ક્ષેત્રમાં વિવિધતા ધરાવતો દેશ છે. સંસ્કૃતિ, ભાષાની સાથે સાથે રાંધણકળામાં અહીયા ખુબજ વિવિધતા જોવા મળે છે અને વાત જ્યારે રસોઇની હોય ત્યારે ભારતીય રસોઈપ્રથા જાણે વિવિધ સ્વાદ અને સ્વાદીસ્ઠ વાનગીઓનુ એક અનેરૂ મેઘધનુષ્ય છે. અમે અમારી વેબસાઇટ Queenskitchen.in દ્વારા એક એવુ પ્લેટફોર્મ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ જેમાં ગુજરાતી, મરાઠી, રાજસ્થાની, પંજાબી, દક્ષીણી જેવી વિવિધ શાકાહારી ભારતીય વાનગીઓ, પારંપરીક વારસાગત કંસાર જેવી વાનગીઓ, ઘુઘરા અને સુવાળી જેવા વાર-તહેવારના પારંપરીક નાસ્તા તથા મિષ્ટાન, વ્રત-ઉપવાસનાની ફરાળી વાનગીઓ અને આ ઉપરાંત આવનારી પેઢીને જે ભાવે છે તેવી ફ્યુઝન વાનગીઓ આપને એક જ જગ્યાએથી મળી રહે.

અમારુ માનવુ છે કે લાગણી અને પોતીકા અહેસાસ સાથે બનાવેલા હોમ-મેડ ફુડ જેવુ બીજુ કશુ હોઇજ ના શકે, તેથી જ Queen's Kitchen દ્વારા અમે ભાત-ભાતની વાનગીઓ અને જાત-જાતના હોમમેઇડ શાકાહારી પકવાન જેમા નાસ્તા થી લઇને જમવાનુ, સૂપ્સ થી લઇને રિફ્રેશમેન્ટ/પીણાં, મીઠાઈ થી લઇને ફરસાણ અને પરંપરાગત થી લઇને આધુનિક વાનગીઓ આપના સુધી લાવી રહ્યા છે, તે પણ સરળ વર્ણન, સરળ રીત અને વાનગીના ફોટા સાથે.

અમે માનીએ છીએ કે તમારા પ્રેમ અને અમારા રેસીપી સાથે તમે આંગળીના વેઢે રસોડામાં શાસન કરી શકો છો અને રસોડાની રાણી બની શકો છો.
તમારા સૂચનો અને પ્રતિસાદ અને તમારા અનુભવો હંમેશાં અમને અમારી વેબસાઇને વધુને વધુ સારી બનાવવા માટે મદદ કરશે. આ પહેલનો એક ભાગ બનવા બદલ આપનો ખૂબ આભાર. અમે તમારા પ્રેમ અને સમર્થન સાથે લાંબા સમય સુધી સેવા આપવાનું વચન આપીએ છીએ.

Queenskitchen.in પરિવાર

Associate With

ટોટલ વિઝીટર્સ : 190954
Copyright 2015-2018 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions