We are under Update, Sorry for the inconvenience!
logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

દહી સેન્ડવીચ

વાનગીનો પ્રકાર : ફાસ્ટફૂડ

વ્યંજનનો પ્રકાર : નાસ્તો

મુખ્ય સામગ્રી : બ્રેડ, દહીં, ગાજર

દહી સેન્ડવીચ


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

સર્વીગ : ૫ નંગ

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : સરળ

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૫ નંગ

લેવલ ઓફ કુકીંગ : સરળ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

દહી સેન્ડવીચ : સામગ્રી












૧૦ નંગ બ્રેડ, ૧૫૦ ગ્રામ કોબી, ૨૫૦ ગ્રામ ગાજર, ૧૦૦ ગ્રામ કેપ્સીકમ, ૨૦૦ થી ૨૫૦ ગ્રામ દહીં, ૧ ટેબલ સ્પૂન આદુ-મરચાની પેસ્ટ, ૧/૨ ટી સ્પૂન મરી પાઉડર, ૨ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીંઠુ, માંખણ અથવા ઘી, બ્રેડ પર ચોપડવા માટે

બનાવવાની પદ્ધતિ :

૧) સૌપ્રથમ દહીંને એક જીણા કપડામાં બાંધીને તેનું પાણી નીતારી લો.

૨) કોબી, ગાજર, કેપ્સીકમને જીણા સમારી લો.

૩) પાણી નીતારેલા (વગરના) દહીંમાં જીણા સમારેલા કોબી, ગાજર, કેપ્સીકમ તથા કોથમીર, મરી પાવડર, આદુ-મરચાની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખીને બધી જ વસ્તુઓને સારી રીતે હલાવી એકરસ કરો.

૪) પછી બ્રેડની એક સ્લાઇઝ લઇ તેની બન્ને બાજુએ થોડું ઘી કે માખણ લગાવો. (ન લગાવો તો પણ ચાલે) તેના ઉપર દહીંમાંથી બનાવેલા મિક્સનું થોડું જાડુ થર કરીને પાથરી લો.

૫) પાથરેલા ખીરા ઉપર બીજી બ્રેડ મુકો.

૬) તૈયાર કરેલી સેન્ડવીચને ગ્રીલ સેન્ડવીચ મેકરમાં બે થી ત્રણ મિનિટ માટે મુકો.

ગ્રીલ સેન્ડવીચ મેકરના હોય તો નોન સ્ટીક તવા ઉપર સહેજ ઘી કે માખણ લગાવી તૈયાર સેન્ડવિચને બંને તરફથી આછા ગુલાબી રંગની શેકો.

૭) ગરમ ગરમ સેન્ડવીચને સોસ સાથે સર્વ કરો.

નોંધ:અગાઉથી નક્કી કર્યુ હોય કે દહીં સેન્ડવીચ બનાવવી છે. તો દહીંને એક કપડામાં પોટલી વાળીને એક જગ્યાએ બે, ત્રણ કલાક માટે ટીંગાડી દો. જેથી બધુ જ પાણી નીતરી જશે. (પોટલી જ્યાં ટીંગાડો ત્યાં નીચે વાસણ રાખવું જેથી નીતરેલું પાણી વાસણમાં પડે. દહીંમાંથી પાણી સાવ નીતારી નાખવાથી સેન્ડવિચ જલદી પોચી નઇ પડી જાય.)

Key Words: Curd Sandwich, Sandwish, Curd food

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family



રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »


ટોટલ વિઝીટર્સ : 205702
Copyright 2015-2018 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions