We are under Update, Sorry for the inconvenience!
logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

ઉંધીયુ (Undhiyo)

વાનગીનો પ્રકાર : ગુજરાતી

વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન

મુખ્ય સામગ્રી : બટેકા, શક્કરીયા, રતાળુ (કંદ), સુરતી રવૈયા (નાના રીંગણા)

ઉંધીયુ (Undhiyo)


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ

સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

ઉંધીયુ (Undhiyo) : સામગ્રી




























૨૦૦ ગ્રામ બટેકા, ૨૦૦ ગ્રામ શક્કરીયા, ૧૫૦ ગ્રામ રતાળુ (કંદ), ૧૫૦ ગ્રામ મેથીની ભાજી સમારેલી, ૨૦૦ ગ્રામ સુરતી રવૈયા (નાના રીંગણા), ૨૦૦ ગ્રામ સુરતી પાપડી દાણા વગરની ફોલેલી, ૧૫૦ ગ્રામ દાણાવાળી પાપડી ફોલેલી, ૩૫૦ ગ્રામ લીલવાના દાણા (લીલી તુવેરના દાણા), ૧૦૦ ગ્રામ લીલુ લસણ જીણું સમારેલું, ૨૦૦ ગ્રામ તેલ+ ૩૦૦ ગ્રામ તળવા માટે તેલ, ૫૦ ગ્રામ ચણાનો લોટ, ૧૦૦ ગ્રામ ઘઉંનો જાડો (કરકરો) લોટ, ૧ ટેબલ સ્પુન લાલ મરચાનો પાઉડર, ૧ ટેબલ સ્પુન હળદરનો પાઉડર, ૪ ટેબલ સ્પુન ધાણાજીરૂનો પાઉડર, ૨૫ ગ્રામ આદુ છીણેલુ (નાના ટુકડો), ૧૦૦ ગ્રામ લીલા મરચા વાટેલા, ૨૦૦ ગ્રામ જીણી સમારેલી કોથમીર (લીલા ધાણા), ૧/૨ ટેબલ સ્પુન સાજીના ફુલ, ૨ ટેબલ સ્પુન શાકનો ગરમ મસાલો, ૨ ટેબલ સ્પુન તલ અધ કચરા વાટેલા, ૧/૪ ટેબલ સ્પુન હિંગ, ૧/૨ નાળિયેર છીણેલુ (લીલું નાળિયેર), ૪ નંગ આખા લાલ મરચા, ૧ ટેબલ સ્પુન ખાંડ, ૫૦ ગ્રામ સીંગનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું

બનાવવાની પદ્ધતિ :

૧ ) સૌપ્રથમ બટેકા, શક્કરીયા,રતાળુની છાલ ઉતારી મધ્યમ કદના ટુકડા કરીને તળી લો.તેને બાજુ પર રાખો પછી એક વાસણમાં ચાણાનો તથા ઘઉંનો જાડો લોટ લઇ તેમાં સ્વાદ મુજબ મીઠું,મરચું, હળદર, ખાંડ, ધાણાજીરૂ તથા ૩ ટેબલ સ્પુન તેલ લોટમાં નાંખી બધીજ વસ્તુને બરાબર એકરસ કરો.

૨ ) મસાલા વાળા લોટમાં સારી રીતે ધોઇ સમારેલી મેથી નાખો.

૩ ) મસાલા મેથી લોટને થોડુ પાણી નાખી થોડો કઠણ લોટ બાંધો.

૪ ) પછી બાંધેલા લોટના હાથથી નાના મુઠિયાવાળી મધ્યમ આંચ પર લાલાસ પડતા તળી લો.અને તેને એક તરફ રાખી દો.

૫ ) પછી એક વાસણમાં જીણી સમારેલી કોથમીર ધાણાજીરૂ, ગરમ મસાલો, અધકચરા વાટેલા તલ, શીંગદાણા નો પાઉડર, વાટેલા આદુ મરચા, ચપટી (૧/૪) સાજીના ફૂલ,સ્વાદ મુજબ મીઠું નાખી રવૈયા ભરવાનો લીલો મસાલો તૈયાર કરો બધા જ મસાલા ને એક રસ મીક્સ કરો.

૬ ) પછી આખા રવૈયાને ઉભા અને આડા કાપા પાડી તૈયાર કરેલો લીલો મસાલો ભરો.

૭ ) એક જાડા મોટા વાસણમાં ૧૦૦ ગ્રામ તેલ મુકી તેમાં આખા મરચા તથા હિંગ નાખીને વઘાર કરો.મધ્યમ આંચે ગેસ રાખો.

૮ ) વઘાર આવી ગયા પછી તેમાં તુવેરના દાણા ફોલેલી પાપડી નાખો આ અધકચરુ ચડી જવા આવે પછી તેમાં ભરેલા રીંગણ નાખીને હલાવો.

૯ ) રીંગણ, પાપડી,લીલવા (તુવેરના દાણા) બધુ ચડી જાય પછી તેમાં તળેલા બટેકા,શક્કરીયા,રતાળુ તથા તળેલા મુઠિયા નાખવા અને હલાવી લેવું.

૧૦ ) ત્યાર બાદ તેમાં સમારેલી જીણી કોથમીર, આદુ મરચાની પેસ્ટ (વાટેલા), અધક્ચરા વાટેલા તલ, ૧/૨ લીલા કોપરાનું છીણ,લીલું જીણું સમારેલું લસણ, હળદર,ધાણાજીરૂ,શાકનો ગરમ મસાલો,સ્વાદ પ્રમાણે મીઠું નાખીને શાકને બરાબર હલાવી મીક્સ કરવું.

૧૧ ) ઉંધિયાને પછી થોડીવાર (૫ થી ૭ મીનિટ) ધીમી આંચે રાખવું જેથી ઉંધિયામાં મસાલો સારી રીતે ચડી જાય.

૧૨ ) તેલ ઉંધિયાના શાકમાંથી છુંટુ પડેએટલે ઉંધિયાને ઉતારી લેવું.

૧૩ ) ઉંધિયું થઇ ગયા પછી ઉપર સમારેલી થોડી કોથમીર તથા લીલા કોપરાનું ૧ ટેબલ સ્પુન છીણ નાખી ગરમ ગરમ પીરસવું.

૧૪ ) આમા થોડા ટામેટા નાખવા હોય તો જીણા સમારીને બનતા શાકમાં નાખી શકાય.

Key Words: ગુજરાતી, ઉંધીયુ

You may also like:

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વરાની (પ્રસંગની) દાળ

વરાની (પ્રસંગની) દાળ

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family



રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »


ટોટલ વિઝીટર્સ : 205576
Copyright 2015-2018 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions