logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

શક્કરિયાના મસાલા પરોઠા

વાનગીનો પ્રકાર : ફરાળી, ગુજરાતી

વ્યંજનનો પ્રકાર : નાસ્તો

મુખ્ય સામગ્રી : શક્કરિયા (રેશા વગરના), શિંગોડાનો લોટ, રાજગરાનો લોટ

 શક્કરિયાના મસાલા પરોઠા


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

સર્વીગ : ૩ થી ૪ વ્યક્તિ માટે

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : સરળ

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૩ થી ૪ વ્યક્તિ માટે

લેવલ ઓફ કુકીંગ : સરળ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

શક્કરિયાના મસાલા પરોઠા : સામગ્રી














૧ કિલો મોટા શક્કરિયા (રેશા વગરના), ૧૫૦ ગ્રામ શિંગોડાનો લોટ, ૧૫૦ ગ્રામ રાજગરાનો લોટ, ૨ ટેબલ સ્પૂન આદુ-મરચાની પેસ્ટ, ૧ નંગ લીંબુ, ૨ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર, ૧ ટી સ્પૂન મરી પાવડર, ૨ ટેબલ સ્પૂન ખાંડ, ૩ થી ૪ ટેબલ સ્પૂન મોળું દહીં, ૨ ટેબલ સ્પૂન અધકચરું વાટેલું જીરૂ, ૩ થી ૪ ટેબલ સ્પૂન ઘી (પરોઠા ચોડાવવા માટે), સ્વાદ મુજબ સિંધવ મીઠું, ૧ ટી સ્પૂન લાલ મરચા પાવડર (નાખવો હોય તો)

બનાવવાની પદ્ધતિ :

૧ ) સૌપ્રથમ શક્કરિયાને વરાળે બાફી લો.

૨ ) બફાઇ ગયા પછી શક્કરિયાને છાલ ઉતારી ખમણી લો (જેથી શક્કરિયાના રેસા ન રહે).

૩ ) ખમણેલા શક્કરિયામાં રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, આદુ-મરચાની પેસ્ટ, ખાંડ, મરી પાવડર, મધકચરું વાટેલું જીરૂ, જીણી સમારેલી કોથમીર, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીંઠુ, નાખીને શક્કરિયા તથા લોટમાં મસાલાને હલાવી એકરસ કરો.

૪ ) એકરસ કરેલા મસાલાવાળા લોટમાં જોઇતા પ્રમાણમાં દહીં નાખી પરોઠા વણાય તેવો લોટ બાંધો. અને બંધાયેલ લોટ ઉપર ઘી વાળો હાથ લગાવો. (ફેરવો)

નોંધ: પાણી લીધા વગર લોટ બાંધવો.

૫ ) બાંધેલા લોટમાંથી મધ્યમ કદના લુવા બનાવો.

૬ ) બનાવેલા લુવાને શિંગોડાના લોટમાં રગદોળીને હળવા હાથે સહેજ જાડા પરોઠા જેવા વણી લો.

૭ ) વણેલા પરોઠાને ગેસની ધીમી આંચે લોઢી (તવી) ઉપર બન્ને બાજુ આછા ગુલાબી રંગના શેકી લો.

૮ ) બન્ને બાજુ પરોઠા શેકાય ગયા પછી બન્ને બાજુ વારાફરતી થોડુ ઘી લગાવીને એકાદ મિનિટ શેકી લો, ગરમ ગરમ પરોઠા દહીં, લીલી ચટણી સાથે પીરસો.

નોંધ: જો પરોઠા વણવામાં તકલીફ પડે તો શિંગોડા, રાજગરાનો લોટ થોડૉ વધારે ઉમેરી લોટને મસળી લો.

Key Words: TASTYSHRAVAN, Farali Paratha, Farali, Paratha, Farali Food, Farali Indian Food, Shravan Month, Parotha

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family

રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »





ટોટલ વિઝીટર્સ : 232280
Copyright 2015-2019 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions