logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

હાંડવો (ફરાળી)

વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન

વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન, નાસ્તો

મુખ્ય સામગ્રી : ૧૫૦ ગ્રામ શિંગોડાનો લોટ, ૨૦૦ ગ્રામ રાજગરાનો લોટ, ૧૫ થી ૨૫ ગ્રામ સાબુદાણા, ૫૦ ગ્રામ અધકચરા વાટેલા શિંગદાણા, ૨૫ ગ્રામ કોપરનું છીણ

હાંડવો (ફરાળી)


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૨૫ થી ૩૦ મિનિટ

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

પુર્વતૈયારી : ૨ કલાક

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

બનાવવામાં લાગતો સમય : ૨૫ થી ૩૦ મિનિટ

પુર્વતૈયારી : ૨ કલાક

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

હાંડવો (ફરાળી) : સામગ્રી



















૧૫૦ ગ્રામ શિંગોડાનો લોટ, ૨૦૦ ગ્રામ રાજગરાનો લોટ, ૧૫ થી ૨૫ ગ્રામ સાબુદાણા, ૫૦ ગ્રામ અધકચરા વાટેલા શિંગદાણા, ૨૫ ગ્રામ કોપરનું છીણ, ૨ નંગ મીડિયમ સાઇઝના બટેકા, ૩ થી ૪ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ, ૧ ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર, ૩ ટેબલ સ્પૂન તલ, ૧૦૦ ગ્રામ ખાટુ દહીં, ૩ ટેબલ સ્પૂન ખાંડ, ૧/૨ ટેબલ સ્પૂન તજ-લવિંગનો પાવડર, ૧ ટી સ્પૂન સાજીના ફુલ (ખાવાનો સોડા), ૧/૨ ટેબલ સ્પૂન જીરૂ, ૩ ટેબલ સ્પૂન તેલ, સ્વાદ મુજબ મીંઠુ, ૭ થી ૮ મીઠા લીમડાના પાન, જીણી સમારેલી થોડી કોથમીર

બનાવવાની પદ્ધતિ :

(૧) સાબુદાણાને ધોઇને ૧૦ થી ૧૫ મિનિટ પલાળી લો. પછી પાણી નિતારી લો.

(૨) બટેકાની છાલ ઉતારી છીણી લો. છીણેલા બટેકાને ૧/૪ ટેબલ સ્પૂન તેલ મુકીને સાંતળી લો.

(૩) એક વાસણમાં શિંગોડાનો લોટ, રાજગરાનો લોટ લો. તેમાં અધકચરા શિંગદાણાનો ભુક્કો, પાણી નિતારેલા સાબુદાણા, કોપરાનું છીણ, સાંતળેલા બટેકાનું છીણ નાખી હલાવી મિક્સ કરો.

(૪) મિક્સ કરેલા લોટમાં આદુ મરચાની પેસ્ટ, તલ, ખાંડ, તજ-લવિંગનો પાવડર, લાલ મરચું, કોથમીર, ખાટું દહીં, સ્વાદ મુજબ મીંઠુ તથા હુફાળું પાણી નાખીને હાંડવાનું ખીરુ તૈયાર કરો.

(૫) હાંડવાના ખીરાને દોઢ થી ૨ કલાક બાજુ ઉપર ઢાંકીને રાખો દો. (નોંધ:- વધુ વખત ખીરુ રહે તો વાંધો નહી)

(૬) હાંડવો બનાવવાના સમયે બે ટેબલ સ્પૂન તેલ લઇ તેમાં જીરૂ તથા મીંઠા લીમડાના પાન નાખીને વઘાર આવવા દો. વઘાર આવી જાય એટલે તે તેલમાં ખાવાનો સોડા નાખો.

(૭) વઘારે આવેલા તેલની હાંડવાના ખીરામાં નાખીને બરાબર હલાવીને એકરસ કરી દો.

(૮) હાંડવાના કુકર ને ચારે તરફ બરાબર તેલ લગાવી \ને હાંડવાના ખીરાને અંદર પાથરી દો. પછી પાથરેલા ખીરા પર તલ ભભરાવી દો.

(૯) હાંડવાના કુકરને પાંચ થી સાત મિનિટ ગેસની ઊંચી આંચે રાખો પછી ગેસને ધીમો કરીને કુકરને ૩૦ મિનિટ ગેસ પર રાખો.(નોંધ-વચ્ચે કુકર ખોલીને જોઇ લેવું. હાંડવામાં ચપ્પુ લગાવીને જોવું જો ચપ્પુમાં હાંડવો ચોટે તો થોડી વાર વધુ રાખવું ચડવા દેવું)

(૧૦) ગેસને બંધ કરીને હાંડવાને ૨૫ થી ૩૦ મિનિટ સીઝવા દો.

હાંડવાના કુકરની અવેજીમાં સ્ટેપ-૮ થી આ પ્રમાણે નોનસ્ટીક પેનમાં પણ હાંડવો બનાવી શકાય.

(૮) એક નોનસ્ટીક પેનમાં લગાવી ૧/૪ ટેબલ સ્પૂન તેલમાં જીરૂ તથા મીંઠા લીમડાના પાન નાખી તેલ ગરમ કરો. તેમાં તલ નાખો.

(૯) તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ૨ થી ૩ ચમચા હાંડવાનું ખીરૂ નાખીને પાથરો. અને ઢાંકીને હાંડવાને ગેસની ધીમી આંચે ૩ થી ૪ મિનિટ ચડવા દો.

(૧૦) નીચેની તરફ હાંડવો આછો બ્રાઉન થઇ જાય એટલે ઉથલાવી લેવો. અને બીજી તરફ પણ આછા બ્રાઉન કલરનો થવા દો. ચપ્પુ મુકીને ચડી ગયો છે કે નહી જોઇ લો. કાચો લાગે તો થોડી વાર વધુ રહેવા દો.તૈયાર થયેલા હાંડવાને લીલી ચટણી કે સોસ ચટણી સર્વ કરો.

નોંધ: હાંડવામાં સોફ્ટનેસ લાવવા માટે સાજીના ફુલની જગ્યાએ ઇનો નાખી શકાય પણ તેને વઘારના તેલમાં ન નાખવો. મસાલો કરતી વખતે નાખી દેવો અને ખુબ હલાવી લેવુ.

Key Words: TASTYSHRAVAN, Farali Handvo, Handvo, Farali Food, Farali Indian Food, Shravan Month

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family

રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »





ટોટલ વિઝીટર્સ : 232261
Copyright 2015-2019 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions