We are under Update, Sorry for the inconvenience!
logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

સુરતી લોચો

વાનગીનો પ્રકાર : ગુજરાતી

વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન, નાસ્તો

મુખ્ય સામગ્રી : ચણાની દાળ, લીલા મરચાની પેસ્ટ

સુરતી લોચો


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

પુર્વતૈયારી : ૫ થી ૬ કલાક

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારી : ૫ થી ૬ કલાક

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

સુરતી લોચો : સામગ્રી









ચણાની દાળ-૨૫૦ ગ્રામ, લીલા મરચાની પેસ્ટ-૧ ટેબલ સ્પુન, આદુની પેસ્ટ-૧ ટેબલ સ્પુન, ખાવાનો સોડા-૧/૨ ટી સ્પુન, મરી પાઉડર-ટેબલ સ્પુન, તેલ-૨ ટેબલ સ્પુન, મીંઠુ-સ્વાદ અનુસાર, ચાટ મસાલા પાઉડર- ટેબલ સ્પુન

બનાવવાની પદ્ધતિ :

૧ ) (પુર્વ તૈયારી) ચણાની દાળને ૫-૬ કલાક પાણીમાં બોળવી તે પછી પાણી ગાળીને સરસ પેસ્ટમાં પીસી લેવી.

૨ ) (પુર્વ તૈયારી) દાલનું ખીરૂ ઇડલી/ઢોકળા ના ખીરૂ જેટલું ઢીલુ રાખવુ. જાડુ પીસાય તો તેમા પાણી રેડી ઢીલું કરવું.

૩ ) (પુર્વ તૈયારી) થોડું દહીં નાખી ખીરૂ આથવા રાખો ૫-૬ કલાક

૪ ) જો તમારી પાસે ઇડલી/ઢોકળાનું કુકર હોય તો તેમાં પાણી નાખી ગરમ કરવા મુકો. જો ના હોય તો કોઇ મોટી તપેલીમાં પાણી રેડી તેને ઢાંકીને ગરમ કરો.

૫ ) અથાયેલાં ખીરામાં વાટેલું લીલુ મરચું, વાટેલું આદુ, મીઠું અને ખાવાનો સોડા(ખારો) નાખી બરાબર એકરસ કરી લેવુ.

૬ ) એક થાળી પર તેલ લગાવી, અડધી થાળી જેટલું ખીરૂ તેમાં રેડવું (ગરમ થતાં ફુલે તેથી) મરી પાઉડર છાંટી થાળીને મધ્યમ આંચે ગરમ કરવા કુકરમાં મુકો.

૭ ) થોડા સમય પછી ઢાંકણ ખોલી છરી દ્રારા ચકાસો કે ખીરૂ રંધાયું કે નહી. જો છરી પર ખીરૂ ચોટે તો તેને હજુ થોડા સમય માટે થવા દો.

૮ ) જો ના ચોટે તો ગેસ બંધ કરી થાળીને કાઢી ઊંધી મુકો જેથી તેમાં રહેલું પાણી અને વરાળ નીકળી જાય.

૯ ) એક મિનિટ પછી થાળીને પાછી સીધી કરો. તેની ઉપર ચાટ મસાલા પાઉડર ભભરાવો અને તેલ લગાવો.ચપ્પુથી ખુણા કાપી થાળીમાંથી ખીરૂ કાઢો.

૧૦ ) સેવ અને ફુદીનાની ચટણી સાથે ગરમ પીરસો.

નોંધ:
૧ ) મરી પાઉડરની જગ્યાએ તમે લાલ મરચાનો પાઉડર પણ વાપરી શકો છો.
૨ ) બટર અથવા ચીઝ લોચા માટે, પીરસતા પહેલા તેને બટર અથવા ચીઝ થી ગારનીશ કરો.
૩ ) ખાવાના સોડા જગ્યાએ તમે ઇનો પણ વાપરી શકો છો.

Key Words: સુરતી લોચો, Surati Locho, Surati Food, Indian Food, Spice Desi Food, Spice Indian Food

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Dhara Choksi
Lecturer / Creative Writer



રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »


ટોટલ વિઝીટર્સ : 205572
Copyright 2015-2018 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions