logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

વરાની (પ્રસંગની) દાળ

વાનગીનો પ્રકાર : ગુજરાતી

વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન

મુખ્ય સામગ્રી : તુવેરદાળ, આદુ મરચાની પેસ્ટ, લાલ ટમેટા, હિંગ

વરાની (પ્રસંગની) દાળ


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે

પુર્વતૈયારી : ૧૫ મિનિટ

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારી : ૧૫ મિનિટ

સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

વરાની (પ્રસંગની) દાળ : સામગ્રી


















૧૫૦ ગ્રામ તુવેરદાળ, તુવેરદાળ બાફવા માટે પાણી, ૩ ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ, ૧ (આખા)લીંબુનો રસ. ૫) ૧૦૦ ગ્રામ લાલ ટમેટા, ૧ ટેબલ સ્પુન રાઇ, ૧/૨ ટેબલ સ્પુન મેથી, ૧/૨ ટેબલ સ્પુન હિંગ, ૨ થી ૩ નંગ લાલ આખા સુકા મરચાં ૧૦) ૨૫ ગ્રામ ગોળ, ૧/૨ ટેબલ સ્પુન લાલ મરચાનો પાવડર, ૧ ટેબલ સ્પુન હળદર, ૨ ટેબલ સ્પુન ધાણાજીરું પાવડર, ૧ ટેબલ સ્પુન જીણી સમારેલી કોથમીર, ૨ ટેબલ સ્પુન કાચા શિંગદાણા (નાખવા હોય તો), સ્વાદ મુજબ મીઠું, ૧ ટેબલ સ્પુન ગરમ મસાલો, ૨ ટેબલ સ્પુન વધાર માટે તેલ, ૩૦૦ મિલી દાળ બનાવવા માટે પાણી

બનાવવાની પદ્ધતિ :

૧) સૌપ્રથમ તુવેરદાળને ગરમ પાણીમાં ૧૫ મિનિટ પલાળી રાખો. ત્યારબાદ તેને સારી રીતે ધોઇ લો.

૨) પછી તુવેરદાળને પાણી નાખીને કુકરમાં બાફી લો.

૩) દાળ બફાઇ ગયા બાદ તેને એક મોટા વાસણમાં કાઢીને અંદર અંદાજે ૩૦૦ ગ્રામ જેટલું પાણી ઉમેરીને જેરી લો.દાળ ને પાણીને એક રસ કરો.

૪) પછી એકરસ કરેલી તુવેરની દાળમાં સ્વાદ મુજબ મીઠું, એક લીબુંનો રસ,૧ ટેબલ સ્પુન હળદર,૧૦૦ ગ્રામ જીણા સમારેલા ટમેટા, ૩ ટેબલ સ્પુન આદુ મરચાંની પેસ્ટ, ૨૫ ગ્રામ ગોળ,૨ ટેબલ સ્પુન ધાણાજીરાનો પાવડર, ૧ ટેબલ સ્પુન જીણી સમારેલી કોથમીર,૨ ટેબલ સ્પુન કાચા શીંગદાણા, ૧ ટેબલ સ્પુન ગરમ મસાલો, આ બધી જ વસ્તુઓ તે એકરસ કરેલી તુવેરદાળમાં નાખીને એક ચમચાથી બરાબર હલાવી લો.અને એક તરફ રાખો.

૫) વધાર માટે:- પછી એક વાસણમાં વધાર માટે ૨ ટેબલ સ્પુન તેલ લો. તેમાં ૧ ટેબલ સ્પુન રાઇ,૧/૨ ટેબલ સ્પુન મેથી,૧/૨ ટેબલ સ્પુન હિંગ નાખો. અને તેને ગેસની ધીમી આંચે મુકો.રાઇ તતડી જાય અને વધાર આવી જાય પછી તેમાં સુકા લાલ મરચાંના ટુકડા કરીને નાખો. ગેસને બંધ કરી દો.

૬) આવેલા વધારને એકરસ મસાલાવાળી તુવેરદાળમાં નાખો. પછી તુવેરદાળને ગેસની મધ્યમ આંચ પર ૧૦ થી ૧૫ મિનિટ ઉકાળો.અને દાળને થોડી ઘટ્ટ થવા દો.ગેસને બંધ કરી દો.

નોંધ: ખટાશ માટે આંબલી પણ નાખી શકાય.આંબલી નાખવી હોય તો તેને ૧૦ મિનિટ અલગથી પાણીમાં પલાળીને નાખવી.

Key Words: Gujarati Dal, વરાની દાળ, dal, Gujarati food

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family

રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »





ટોટલ વિઝીટર્સ : 232279
Copyright 2015-2019 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions