ઊત્તર ભારતીય વાનગી: મુખ્ય ભોજન
THIRD PLACE WINNER OF FORGOTTEN RECIPE CONTEST 2019
બનાવવામાં લાગતો સમય: ૩૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૧૫ મિનિટ
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ વ્યક્તિ માટે
૧ ) વટાણાની પુરી બનાવવા માટે તેના પૂરણ/સ્ટફીંગ માટે ૨૫૦ગ્રામ ફોલેલા લીલા વટાણા (તાજા અથવા ફ્રોઝન) અધકચરા ક્રશ કરી લેવા. એક કઢાઈમાં એક ચમચો તેલ લેવું. વઘારમાં ૧/૨ચમચી જીરું, ૧ડુંગળી અને લીલું મરચું ઝીણા સમારેલા, ૧/૨ચમચી ગરમ મસાલો, ૧/૨ચમચી ધાણાજીરુ, ૧/૨ ચમચી ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર હલાવવું. ઢાંકીને ધીમા તાપે ૫-૭મિનિટ ચઢવા દેવું અને વચ્ચે વચ્ચે હલાવવું. ત્યારબાદ ગેસ બંધ કરી તૈયાર થયેલ માવો ઠંડો થવા દેવો.
૨ ) વટાણનો માવો ઠંડો થાય ત્યાં સુધી ૧૦-૧૨ નંગ પુરી નો લોટ બાંધી લેવો. લોટ બાંધવા ૨૫૦ગ્રામ ઘઉંના લોટમાં ૨ચમચી રવો/સોજી અને ૧/૪ચમચી મીઠું નાંખી બરાબર હલાવ...ી લેવું. પછી તેમાં ૨ચમચી તેલ અને અંદાજે ૧૦૦મિલિ/અડધું પવાલુ પાણીથી લોટ બાંધી ઢાંકીને બાજુ પર રાખવો.
૩ ) બટાકાના શાક માટે ૬ નંગ બટાકાના છાલ ઊતારી મીડીયમ સાઈઝના ટુકડા કરવા. ૧નંગ ડુંગળી અને એક નંગ ટામેટું સમારવા.
૪ ) કૂકરમાં ૨ચમચા તેલ ગરમ કરી તેમાં ૧ચમચી જીરું, ૧/૨ચમચી હીંગ નાંખવા. પછી તેમાં ડુંગળી ઉમેરી ૨મિનિટ સાંતળવું અને ત્યારબાદ વઘારમાં ૧ચમચી હળદર, ૧ચમચી મરચું, ૧ચમચી ધાણાજરું નાંખી ટામેટું નાંખવું અને સ્વાદાનુસાર મીઠું નાંખવું. ૨મિનિટ પછી તેમાં સમારેલા બટાકા અને ૨૫૦મિલિ પાણી ઉમેરવું. પાણી ઊકળે એટલે કૂકર બંધ કરી બે સીટી થાય એટલે ગેસ બંધ કરવો.
૫ ) પુરીના લોટમાંથી ૧૦-૧૨ સરખા પ્રમાણમાં લુવા પાડવા. તૈયાર કરેલ વટાણના માવાના પણ લુવા જેટલા ભાગ કરવા. બીજી બાજુ તાવડીમાં પુરી તળવા તેલ તપાવવું.
૬ ) પુરીનો એક લુવો લઈ નાની પુરી વણવી. તેમાં વટાણાનો માવો ભરી તેની પોટલી વાળવી અને તેની પુરી વણવી. આમ બધી પુરીઓ વારાફરતી વણી એક એક પુરી વારાફરતી મધ્યમ આંચે તળવી.
૭ ) શાકનું કૂકર ઠંડું પડે એટલે સામાન્ય ઘટ્ટ રસો થાય એટલું ઊકાળવું.
૮ ) ગરમાગરમ શાક અને પુરી સવારના નાસ્તા, બપોરના કે રાત્રી ભોજન તરીકે પણ માણી શકાય છે.
Please Note: This recipe is not subject to queenskitchen.in team. It is prepared by "Jui Parth Thakkar", who is participating in “Forgotten and Regional Recipe Contest:” held by queenskitchen.in. It is to be noted that queenskitchen.in team has only translated the submitted recipe for visual aid on the website.
Kaywords: વટાણા પુરી અને બટાકાનું રસાવાળું શાક, Peas Potato Recipe in Gujarati, Aloo Matar, Aloo Mutter, Aloo Matar Curry, Potato Peas Kurma
🙂 વટાણા પુરી અને બટાકાનું રસાવાળું શાક ને રેટિંગ આપવા બદલ આભાર.