Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Jan 2025

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

ભરેલી ડુંગળીનું શાક

  24  |  2413 Views

કાઠિયાવાડી વાનગી: મુખ્ય ભોજન, શાક

ભરેલી ડુંગળીનું શાક

બનાવવામાં લાગતો સમય: ૨૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: ૧૦ મિનિટ

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૪ વ્યક્તિ માટે

સામગ્રી:

૫૦ગ્રામ ચણાનો શેકેલો લોટ
૧ચમચી પૌંઆ
૧ચમચી શીંગદાણાનો કકરો ભૂકો
૨ચમચી ધાણાજીરું
૧ ચમચી લાલ મરચું
૧/૨ચમચી હળદર
૧/૨ચમચી ગરમ મસાલો
૧/૨ ચમચી મીઠું
૨ ચમચી તેલ
૬ નંગ મીડિયમ સાઈઝની ડુંગળી
૨ નંગ ટામેટા
૫-૬ કળી લસણ
૨-૩નંગ લીલા મરચાં
આદુનો નાનો કટકો
એક ચમચી જીરું
૧/૪ ચમચી હીંગ
૧ ચમચી હળદર
૧ ચમચી લાલ મરચું
૧ ચમચી ધાણાજીરું અને ૧ ચમચી પંજાબી મસાલો
૨ ચમચી ઘોળેલું દહીં
વધુ સામગ્રી વાંચો
વાનગીકાર / Recipe By
testmaker

Kiranben Bharatbhai Thakkar

Housewife
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) પૂર્વ તૈયારી - ૧ : ૫૦ગ્રામ ચણાનો શેકેલો લોટ લઈ તેમાં ધોઈને કોરા કરેલા ૧ચમચી પૌંઆ, ૧ચમચી શીંગદાણાનો કકરો ભૂકો, ૨ચમચી ધાણાજીરું, ૧ચમચી લાલ મરચું, ૧/૨ચમચી હળદર, ૧/૨ચમચી ગરમ મસાલો, ૧/૨ચમચી મીઠું અને દોઢ ચમચી તેલ ઉમેરી બરાબર હલાવી બાજુ પર મૂકવું.

૨ ) ૬ નંગ મીડિયમ સાઈઝની ડુંગળી લઈ તેની છાલ કાઢવી. ડુંગળી ધોઈને, કોરી કરીને તેમાં એક આડો અને એક ઊભો એમ અડધે સુધી કાપા પાડવા અને ચણાના લોટનો બનાવેલ મસાલો (હવેજ) ડુંગળીમાં ભરવો.

૩ ) પૂર્વ તૈયારી - ૨ : માં ૨ નંગ ટામેટા, ૫-૬ કળી લસણ, ૨-૩નંગ લીલા મરચાં, આદુનો નાનો કટકો વાટી તેની ગ્રેવી બનાવી લેવી.

...૪ ) એક કઢાઈમાં ૨ચમચા તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું, ૧/૪ચમચી હીંગ નાંખી તેમાં પૂર્વ તૈયારી - ૨ વાળી ટામેટાની ગ્રેવી ઊમેરી દર થોડી વારે હલાવવું, સાથે ૧ચમચી હળદર, ૧ચમચી લાલ મરચું, ૧ચમચી ધાણાજીરું અને ૧ચમચી પંજાબી મસાલો મીક્સ કરી તેમાં પાણી ઊમેરી જાડી પેસ્ટ બનાવીને નાંખવી. ૨ મિનિટ પછી તેમાં ૨ ચમચી ઘોળેલું દહીં ઊમેરવું. લગભગ ૮-૧૦ મિનિટમાં તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં ભરેલી ડૂંગળી નાંખી હલકા હાથે હલાવવું.

૫ ) ધીમી આંચે કઢાઈ ઢાંકીને લગભગ ૧૦ મિિનટ ડુંગળી ચઢવા દેવી અને વચ્ચે વચ્ચે હલકા હાથે હલાવવું. અને ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.

૬ ) તૈયાર થયેલ શાક પર ઝીણી સમારલી કોથમીર ભભરાવી પીરસવું.

Please Note: This recipe is not subject to queenskitchen.in team. It is prepared by "Kiranben Bharatbhai Takkar", who is participating in “Forgotten and Regional Recipe Contest:” held by queenskitchen.in. It is to be noted that queenskitchen.in team has only translated the submitted recipe for visual aid on the website.


Kaywords: ભરેલી ડુંગળીનું શાક, Stuffed Onion Recipe in Gujarati, Bharwa Pyaz ki Sabji, Onion Curry

વાનગીકાર / Recipe By
testmaker

Kiranben Bharatbhai Thakkar

Housewife

તમને આ વાનગીઓ પણ ગમશે

દામડી ઢોકળા

દામડી ઢોકળા

લુચી ચોલાર દાળ

લુચી ચોલાર દાળ

શાહી બિરંજ

શાહી બિરંજ

દૂધીના લચ્ચા

દૂધીના લચ્ચા

વટાણા પુરી અને બટાકાનું રસાવાળું શાક

વટાણા પુરી અને બટાકાનું રસાવાળું શાક

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 ભરેલી ડુંગળીનું શાક ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: