ગુજરાતી વાનગી: ફરસાણ, નાસ્તો
SECOND PLACE WINNER OF FORGOTTEN RECIPE CONTEST 2019
બનાવવામાં લાગતો સમય: ૪૦ થી ૫૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૨ કલાક
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૪ વ્યક્તિ માટે
મગની મોગરદાળ-૧/૪ કપ | |
અડદની દાળ-૧/૪ કપ | |
ચણાની દાળ-૧/૪ કપ | |
મશુરની દાળ-૧/૪ કપ | |
આદુ મરચાની પેસ્ટ-૨ ટેબલ સ્પૂન | |
મેથીનો મસાલો-૧ ટેબલ સ્પૂન | |
સિંધવ મીંઠુ પ્રમાણસર | |
તેલ-૧ ટેબલ સ્પૂન | |
દહીં-૧/૨ કપ |
૧) સૌપ્રથમ બધી જ દાળોને ભેગી કરી ત્રણથી ચાર કલાક પાણીમાં પલાળવી પછી તેને ખલમાં આખી ભાગી વાટી તેમાં દહીં નાખી ચાર કલાક મિશ્રણને રહેવા દેવું.
૨) ઢોકળીયામાં પાણી ગરમ મુકવું તેમાં સુકું ઘાસ નાખવું ગરમ કરવું.
૩) સેવનના પાન અથવા વડના પાન લેવા તેને બરાબર ધોઇ લુછીને તૈયાર કરવા. તેના કોન બનાવવા કોન બરાબર ખર રહે તે માટે તેમાં ટુથપીક ભરાવવી અથવા સળી ભરાવવી તૈયાર કોનને ગરમ કરેલ ઢોકળીયામાં મુકેલ ઘાસમાં ભરાવવા.
૪) હવે મિશ્રણને લઇ તેમાં આદુ મરચાની પેસ્ટ સિંધવ મીંથુ, તેલ તથા મેથીનો મસાલો (નાખવો હોય તો નહી તો એ વગર પણ સારા દામડી ઢોકળા થાય છે) નાખી બરાબ...ર હલાવો. સરસ રીતે ફીળવો જેથી તે મિશ્રણ હલકું થાય તેથી ઢોકળાપોચા સરસ થાય.
૫) હવે આ મિશ્રણને ઘાસમાં મુકેલ કોનમાં નાનો ચમચો ભરીને ભરો(નાખો) કોન સીધા રહે તે ધ્યાનમાં રાખવું
૬) ત્યાર બાદ ઢોકળીયાને ઢાકી દઈ ૧૫ મીનીટ સુધી રાખવું, પછી બધાજ કોનને બહાર કાઢી લેવાને ઢોકળાને છૂટા પડી સીંગતેલ, લસણની ચટણી કે લીલી ચટણી સાથે પીરસવા.
Kaywords: દામડી ઢોકળા, Damni Dhokla Recipe in Gujarati, Non- Fried Damni Dhokla
🙂 દામડી ઢોકળા ને રેટિંગ આપવા બદલ આભાર.