ફરાળી, ફ્યુઝન વાનગી: મુખ્ય ભોજન, નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૮ થી ૯ કલાક
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૩૦ થી ૩૫ નંગ
૨૦૦ ગ્રામ મોરૈયો | |
૫૦ ગ્રામ રાજગરાનો લોટ | |
૨૫ ગ્રામ સાબુદાણા (નાખવા હોય તો) | |
૧૦૦ ગ્રામ મોળું દહીં | |
૧ ટેબલ સ્પૂન ખાવાનો સોડા | |
સ્વાદ મુજબ મીંઠુ | |
૧ ટેબલ સ્પૂન તેલ |
૧ ) (પૂર્વ તૈયારી) મોરૈયો, સાબુદાણાને બરાબર ધોઇ અલગ અલગ વાસણમાં ડબલ પાણી લઇ દોઢ થી બે કલાક પલાળી રાખો. રાજગરાને પણ અલગ અલગ વાસણમાં પલાળી લો.
૨ ) (પૂર્વ તૈયારી) પલળી ગયેલા મોરૈયા, સાબુદાણા અને રાજગરાના લોટને મિક્સરમાં થોડું પાણી તથા દહીં નાખીને સુવાળું પીસી લો. (ઇડલીનું ખીરુ બનાવો.)
૩ ) (પૂર્વ તૈયારી) ઇડલી માટે તૈયાર કરેલા ખીરાને ૭ થી ૮ કલાક માટે ઢાંકીને બાજુ ઉપર રાખી દો. જેથી તેનો આથો આવી જાય.
૪ ) આથો આવેલા ઇડલી બનાવવાના ખીરામાં બનાવતી વખતે સ્વાદ મુજબ મીંઠુ તથા ખાવાનો સોડા તેલમાં ગરમ કરીને નાખો. અને સરસ રીતે ફીણી લો.
૫ ) તૈયાર થયેલા ઇડલીની ખીરાને ઇડલી સ્ટેન્ડમાં તેલ લગાવીને ચમચાથી ઇડલીનું ખીરુ પાથરો.
૭ ) પછી ઇડલીના કુકરમાં સ્ટેન્ડને મુકી દો. ગેસની મધ્યમ આંચે કુકરને ૭ થી ૧૦ મિનિટ રાખો.
૮ ) ગેસ બંધ કર્યા પછી ઠરે એટલે ઇડલી કાઢી લો.
નોંધ:
- મસાલા વાળી ઇડલી બનાવવા આદુ મરચાની પેસ્ટ નાખી શકાય.
- મરી પાવડર, લાલ મરચા પાવડર પણ નાખી શકાય.
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ફરાળી ઈડલી સાંભર ને રેટિંગ આપવા બદલ આભાર.