Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Nov 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

ફરાળી મુઠીયા

  3  |  2363 Views

ફરાળી, ગુજરાતી વાનગી: નાસ્તો, ફરસાણ

ફરાળી મુઠીયા

બનાવવામાં લાગતો સમય: ૨૫ થી ૩૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૪ થી ૫ વ્યક્ર્તિ માટે

સામગ્રી:

૨૫ ગ્રામ રાજગરાનો લોટ
૧૫૦ ગ્રામ શિંગોડાનો લોટ
૫ થી ૬ નંગ વરાળે બાફેલા કાચા કેળા
૪ નંગ કાચા ખમણેલા બટેકા
૩ થી ૪ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
દોઢ ટેબલ સ્પૂન લાલ મરચા પાવડર
૨ ટેબલ સ્પૂન ખાંડ
૩ થી ૪ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર
૧/૨ ટેબલ સ્પૂન સાજીના ફુલ
૫૦ ગ્રામ ખાટું દહીં
સ્વાદ મુજબ સીધવ મીંઠુ અથવા સાદુ મીંઠુ
૨ ટેબલ સ્પૂન જીરૂ
૧૦ થી ૧૫ કઢી પત્તા (મીઠો લીમડો)
૫ ટેબલ સ્પૂન તેલ
૨ ટેબલ સ્પૂન ધાણાજીરૂ (નાખવુ હોય તો)
૧૦૦ ગ્રામ શિંગદાણાનો અધકચરો પાવડર
૧ ટેબલ સ્પૂન તલ
વધુ સામગ્રી વાંચો
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌપ્રથમ કેળાને વરાળે બાફી લો અને છીણી લો અને બટેકાને છાલ ઉતારી છીણી લો.

૨ ) ૧/૨ ટેબલ સ્પૂન તેલ મધ્યમ આંચે ગરમ કરીને તેમાં છીણેલા બટેકાને સાંતળી લો. અને પાંચ મિનિટ ઢાંકી રાખો.

૩ ) એક વાસણમાં રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, અધકચરા વાટેલા શિંગદાણા,આદુ મરચાની પેસ્ટ,લાલ મરચા પાવડર, ધાણાજીરૂ, ખાંડ,સાજીના ફુલ,જીણી સમારેલી કોથમીર,૧ થી ૨ ટેબલ સ્પૂન તેલ સ્વાદ મુજબ મીંઠુ નાખીને બધી જ વસ્તુઓને એકરસ કરી હલાવી લો.

૪ ) દહીંથી તેનો પરોઠા જેવો લોટ બાંધો. લોટ બાંધતા દહીં ઓછુ લાગે તો હુફાળું ગરમ પાણી ઉમેરી લોટ બાંધો.

૫ ) હાથમાં થોડુ તેલ લગાવ...ી બાંધેલા લોટમાંથી નાના લંબગોળ લોવા બનાવો.

૬ ) એક મોટા વાસણમાં મધ્યમ આંચે ગરમ પાણી કરો. તેમાં ચારણી ઊંધી વાળો. ચારણી પર થોડું તેલ પહેલા લગાવી દો.તેના પર લોટમાંથી વાળેલા લુવા (મુઠિયા) ગોઠવીને વરાળ બહાર ન નીકળે તેવી રીતે ઢાંકણ ઢાંકીને વરાળે મુઠિયાને ૨૦ થી ૨૫ મિનિટ રહેવા દો.

૭ ) મુઠિયા ચડી ગયા છે કે નહી તે જોઇ લો જો મુઠિયા કાચા હોય તો ૧૦ મિનિટ વધુ મધ્યમ આંચે ચડવા દો.(મુઠિયા ચેક કરવા માટે તેના પર ચપ્પુ મુકીને જોવું. જો મુઠિયાનો લોટ ચપ્પુ પર ચોટે તો મુઠિયા બરાબર ચડ્યા નથી.)

૮ ) ચડી ગયેલા મુઠિયાને થોડી વાર ખુલ્લા રાખો અને પછી તેના ચપ્પુથી નાના ટુકડા કરો.

૯ ) એક કડાઇમાં ૨ ટેબલ સ્પૂન તેલને ગેસની મધ્યમ આંચે ગરમ મુકો. તેમાં જીરૂ,મીઠા લીમડાના પત્તા, અને તલ નાખો. જીરૂ ઉપર આવે એટલે તેમાં કટકા કરેલા મુઠિયા નાખી ધીમે ધીમે હલાવતા રહો. અને કડક થવા દો. (થોડાક લાલસ પડતા થવા દો)

નોંધ:
સ્વાદ અને સજાવટ માટે વઘારેલા મુઠિયા પર કોપરાનું છીણ તથા સમારેલી કોથમીર નાખી શકાય.


Kaywords: ફરાળી મુઠીયા, Farali Muthia Recipe in Gujarati, Farali Muthiya

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

ફરાળી હાંડવો

ફરાળી હાંડવો

ફરાળી પેટીસ (રાજકોટની રીતે)

ફરાળી પેટીસ (રાજકોટની રીતે)

શક્કરીયાનો હલવો

શક્કરીયાનો હલવો

સાબુદાણાના વડા

સાબુદાણાના વડા

ફરાળી ભજીયા

ફરાળી ભજીયા

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 ફરાળી મુઠીયા ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: