ફરાળી, ગુજરાતી વાનગી: ફરસાણ, નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૧ કલાક
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૨૫૦ ગ્રામ સાબુદાણા | |
૧૫૦ ગ્રામ સેકેલા શીંગદાણાનો ભુક્કો (પાવડર) | |
૪૦૦ ગ્રામ બાફેલા બટેકા | |
૫ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ | |
૧ નંગ લીંબુ અથવા ૧ ટેબલ સ્પૂન બીંબુ રસ | |
૧ ટેબલ સ્પૂન લાલ મરચું | |
૧/૨ ટેબલ સ્પૂન ગરમ મસાલો | |
૨ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર | |
૩ ટેબલ સ્પૂન શીંગોડા અથવા રાજગરાનો લોટ | |
સ્વાદ મુજબ મીંઠુ | |
૪૦૦ ગ્રામ તળવા માટે તેલ |
૧ ) (પુર્વતૈયારી) સૌપ્રથમ સાબુદાણાને ૧ કલાક ૫૦૦ મિ.લી પાણીમાં પલાળી દો. સાબુદાણા પલળી જાય એટલે તેને ચારણીમાં નાખીને પાણી નીતારી લો.
૨ ) (પુર્વતૈયારી) બટેકાને કુકરમાં ૩ થી ૪ સીટી વગાડીને બાફી લો, છાલ ઉતારીને બટેકાનો માવો કરો.
૩ ) એક વાસણમાં બટેકાનો માવો, પલાળેલા સાબુદાણા, શીંગનો ભુક્કો, સ્વાદ પ્રમાણે મીંઠુ, ૫ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ, ૧/૨ ટેબલ સ્પૂન ગરમ મસાલો, ૨ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર, ૧ ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર, ૧ ટેબલ સ્પૂન બીંબુનો રસ. આ બધી જ વસ્તુઓને બરાબર મસળીને મિક્સ કરો.
૪ ) માવો મસાલો એક રસ થઇ જાય પછી તેની મધ્યમ કદની ટીક્...કી બનાવો અને એક તરફ ઢાંકીને રાખો.
૫ ) બીજી તરફ એક કઢાઇમાં ફાંસ ગેસે તળવા માટે તેલ ગરમ મુકો. તેલ વધુ ગરમ થઇ જાય એટલે ગેસને મધ્યમ આંચ પર કરી તેમાં બનાવેલા વડા (પેટીસ) આછા બ્રાઉન કલરના તળો.
નોંધ: જો તળતી વખતે પેટીસ (વડા) છુટ્ટી પડી જાય તો માવો ભેગો કરીને તેમાં ૩ ટેબલ સ્પૂન શીંગોડાનો લોટ કે રાજગરાનો લોટ ભેળવીને ટીક્કી બનાવી તળો.
Kaywords: સાબુદાણાના વડા, સાબુદાણા બટેકાના વડા, Sabudana Vada Recipe in Gujarati, Crispy Sabudana Vada, Sabudana Petis, Sabu Vada
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 સાબુદાણાના વડા ને રેટિંગ આપવા બદલ આભાર.