ફરાળી, ગુજરાતી વાનગી: નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૩ થી ૪ વ્યક્તિ માટે
૧ ) સૌપ્રથમ શક્કરિયાને વરાળે બાફી લો.
૨ ) બફાઇ ગયા પછી શક્કરિયાને છાલ ઉતારી ખમણી લો (જેથી શક્કરિયાના રેસા ન રહે).
૩ ) ખમણેલા શક્કરિયામાં રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, આદુ-મરચાની પેસ્ટ, ખાંડ, મરી પાવડર, મધકચરું વાટેલું જીરૂ, જીણી સમારેલી કોથમીર, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીંઠુ, નાખીને શક્કરિયા તથા લોટમાં મસાલાને હલાવી એકરસ કરો.
૪ ) એકરસ કરેલા મસાલાવાળા લોટમાં જોઇતા પ્રમાણમાં દહીં નાખી પરોઠા વણાય તેવો લોટ બાંધો. અને બંધાયેલ લોટ ઉપર ઘી વાળો હાથ લગાવો. (ફેરવો)
નોંધ: પાણી લીધા વગર લોટ બાંધવો.
૫ ) બાંધેલા લોટમાંથી મધ્યમ કદના... લુવા બનાવો.
૭ ) વણેલા પરોઠાને ગેસની ધીમી આંચે લોઢી (તવી) ઉપર બન્ને બાજુ આછા ગુલાબી રંગના શેકી લો.
૮ ) બન્ને બાજુ પરોઠા શેકાય ગયા પછી બન્ને બાજુ વારાફરતી થોડુ ઘી લગાવીને એકાદ મિનિટ શેકી લો, ગરમ ગરમ પરોઠા દહીં, લીલી ચટણી સાથે પીરસો.
નોંધ: જો પરોઠા વણવામાં તકલીફ પડે તો શિંગોડા, રાજગરાનો લોટ થોડૉ વધારે ઉમેરી લોટને મસળી લો.
Kaywords: શક્કરિયાના મસાલા પરોઠા, Sweet Potato Paratha Recipe in Gujarati, Shakkariya Paratha, Shakarakand ParathaFor Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 શક્કરિયાના મસાલા પરોઠા ને રેટિંગ આપવા બદલ આભાર.