Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Jan 2025

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

શક્કરીયાની કુલ્ફી

  2  |  2633 Views

ડેઝર્ટ વાનગી: આઇસ્ક્રીમ, ફરાળી

શક્કરીયાની કુલ્ફી

બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૨૫ મીનીટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: ૫ થી ૬ કલાક જમાવવા માટે

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૭ થી ૮ નંગ

સામગ્રી:

૫૦૦મિલી દુધ
૨૫૦ ગ્રામ શક્કરીયા
૧૫૦ ગ્રામ મોળો માવો
૧૦૦ ગ્રામ ખાંડ
૧ ટેબલ સ્પૂન મિક્સ ડ્રાય ફ્રુઇટ પાઉડર
કુલ્ફી મોલ્ડ
કુલ્ફી સ્ટિક
૧ ટી-સ્પૂન ઘી
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ શક્કરીયાંને સારી રીતે પાણીમાં ધોઈને વરાળે બાફી લો.

૨ ) બફાઈ ગયેલા શક્કરીયાંની છાલ ઉતારી લો.

૩ ) છાલ ઉતારેલા શક્કરીયાંને ખમણી વડે ખમણી લો, ખમણેલા શક્કરીયાંને એક તરફ રાખી દો.

૪ ) એક વાસણમાં દુધને ઉકાળી લો. (દુધ નો એક જ ઉભરો આવવા દેવો)

૫ ) ગરમ કરેલ દુધમાં ખમણેલા શક્કરીયા, ખાંડ, દુધ, ડ્રાયફ્રુઇટ પાઉડર ઉમેરી, મિશ્રણને ક્રશ કરો. હવે તેને ૫ મિનિટ માટે ગેસની મધ્યમ આંચ પર ગરમ કરતા ધીમે -ધીમે હલાવતા રહો ત્યાર બાદ દુધ ને ઠંડુ થવા માટે એક તરફ રાખી દો.

૬ ) એક વાસણ માં ૧ ટી સ્પૂન જેટલું ઘી મૂકી માવાને આછા બ્રાઉન... રંગનો થાય ત્યાંસુધી શેકી લો. માવો સેકી લીધા બાદ તેને એકતરફ ઠંડો થવા માટે રાખી દો.

૭ ) હવે ઠંડા કરેલા દુધમાં માવો ઉમેરી તેને ક્રશ કરી મિશ્રણ તૈયાર કરી લો.

૮ ) કુલ્ફીના મોડમાં તૈયાર કરેલ મિશ્રણ ભરી સ્ટિક ગોઠવી લો.ત્યારબાદ કુલ્ફીને ફીઝરમાં ૫ થી ૬ કલાક માટે જમાવા/ફ્રીઝ કરવા મૂકી દો. તૈયાર છે શક્કરીયાં માવાની કુલ્ફી.

નોંધ:-
૧) શક્કરીયા ગળ્યા હોવાથી ખાંડનું પ્રમાણ ઓછું વધારે સ્વાદ મુજબ કરી શકાય.
૨) કુલ્ફીના મોડ ના હોય તો એલ્યુમિનિયમ ના વાસણ માં કુલ્ફીને જમવા/ફ્રીઝ કરવા માટે રાખી આઇસક્રીમની જેમ સર્વ કરવું.

Kaywords: શક્કરીયાની કુલ્ફી, Sweet Potato Kulfi Recipe in Gujarati, Sweet Potato Kulfi, Vrat Wali Kulfi, Shakarkand Kulfi, Sweet Potato Ice-Cream, Shakkariya Kulfi

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

શક્કરીયાનો હલવો

શક્કરીયાનો હલવો

 શક્કરિયાના મસાલા પરોઠા

શક્કરિયાના મસાલા પરોઠા

શક્કરિયાની ખીર

શક્કરિયાની ખીર

ખજૂરના લાડુ

ખજૂરના લાડુ

મેંગો આઈસક્રીમ

મેંગો આઈસક્રીમ

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 શક્કરીયાની કુલ્ફી ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: