Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Jan 2025

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

મેંગો આઈસક્રીમ

  90  |  2488 Views

ડેઝર્ટ વાનગી: આઇસ્ક્રીમ, ફરાળી

મેંગો આઈસક્રીમ

બનાવવામાં લાગતો સમય: ૩૫ થી ૪૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: ૮ થી ૧૦ કલાક જમાવવા માટે

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે

સામગ્રી:

૩ નંગ કેરી
૨૫૦ મિલી ફ્રેશ ક્રીમ
૧૦૦ ગ્રામ દળેલી ખાંડ (બૂરું)
૧/૨ ટી સ્પૂન વેનીલા એસન્સ
આઇસ ક્યૂબ ૨૦ થી ૨૫
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ ફ્રેશ ક્રીમ ને ૩૦ મિનિટ માટે ફ્રીઝર માં રાખી દો

૨ ) કેરી ની છાલ ઉતારી ઝીણા કટકા કરી લો.

૩ ) કેરીના ઝીણા સમરેલા ટુકડામાં બૂરું ઉમેરી મિકક્ષરમાં ક્રશ કરી, કેરીનો પલ્પ તૈયર કરો (પલ્પ બનાવતી વખતે પાણી બિલકુલ ઉમેરવું નહી)

૪ ) તૈયાર કરેલા પલ્પને ઝીણી ચારણી વડે ગાળીલો જેથી તેમાં રહેલા રેશા નીકળી જાય આની સ્મૂથ પલ્પ તૈયાર થઈ જાય. પલ્પ ને થોડીવાર એક તરફ ઢાંકી ની રાખી દો.

૫ ) હવે એક મોટા વાસણમાં ૨૦ થી ૨૫ આઇસ ક્યૂબ લો, ત્યાર બાદ તેના પર એક મધ્યમ કદનું પહેલેથી ઠંડુ કરેલી બાઉલ મૂકો હવે બાઉલમાં ઠંડુ કરેલૂ ફ્રેશ ક્રીમ લઈ લો. હવે ક...્રીમને જેરણી /બિટર/મિક્સી વડે ત્યાં સુધી જેરો જ્યાં સુધી ક્રીમ સાઇઝ/જથ્થામાં લગભગ બમણુંના બની જાય.

૬ ) ક્રીમ તૈયાર થઈ જાઈ ત્યારબાદ તેમાં કેરીનો પલ્પ, વેનીલા એસન્સ ઉમેરી ૧ મીનીટ માટે ફરીથી જેરણી /બિટર/મિક્સી વડે ત્યાં સુધી જેરો જ્યાં સુધી એક રસ ના બની જાઈ.

૭ ) એરટાઇટ ડબ્બા અથવા આઇસક્રીમ બોક્સમાં આઇસક્રીમ ને ભરીને તેમાં થોડા કેરીના ઝીણા ટુકડા ઉમેરી દો. ત્યાર બાદ બોક્સને બંધ કરતાં પહેલા તને ઉપરથી સિલ્વર ફોઈલ કે પ્લાસ્ટીક ફોઈલ વડે કવર કરીલો ત્યાર બાદ વાસણને ઢાકી ફ્રીઝરમાં ૮ થી ૧૦ કલાક માટે રાખી દો.
(એરટાઇટ ડબ્બામાં કે આઇસક્રીમ બોક્સ પર સિલ્વર ફોઈલ કે પ્લાસ્ટિક ફોઈલ લગાવવા થી આઇસક્રીમમાં બરફ નહી જામે અને આઈસસ્ક્રીમ સ્મૂથ જ રહશે.)

૮ ) તૈયાર છે પ્યોર મેંગો આઈસક્રીમ.

Kaywords: મેંગો આઈસક્રીમ, Mango Ice Cream Recipe in Gujarati, Homemade Mango Ice Cream

For Queen's Kitchen, Recipe by: Meera Dave Pandya

For Queen's Kitchen
Recipe by:
Meera Dave Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

શક્કરીયાની કુલ્ફી

શક્કરીયાની કુલ્ફી

શક્કરિયાની ખીર

શક્કરિયાની ખીર

ઠંડાઇ શરબત

ઠંડાઇ શરબત

કોકોનટ પુડિંગ

કોકોનટ પુડિંગ

હોમમેડ કુકર કેક

હોમમેડ કુકર કેક

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 મેંગો આઈસક્રીમ ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: