Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Nov 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

હોમમેડ કુકર કેક

  41  |  2352 Views

ફ્યુઝન વાનગી: મિષ્ટાન, નાસ્તો

હોમમેડ કુકર કેક

બનાવવામાં લાગતો સમય: ૫૦ થી ૬૦ મિનીટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે

સામગ્રી:

૨૦૦ થી ૨૫૦ ગ્રામ મીઠું
૨૦૦ ગ્રામ બટર
૩ ટેબ્લ સ્પૂન તેલ
૫૦ ગ્રામ પીસેલી ખાંડ (બુરુ)
૨૦૦ થી ૨૫૦ ગ્રામ નોર્મલ ટેમ્પ્રેચર વાળું દૂધ
૨.૫ સ્પૂન વેનીગાર
૨.૫ ટી સ્પૂન ખાવાનો સોડા
૧ ટી સ્પૂન વેનિલા એસેન્સ
૨૦૦ ગ્રામ મેંદો
૫૦ ગ્રામ કોકો પાવડર
૨.૫ સ્પૂન બેકિંગ પાવડર
૨૫ ગ્રામ કોકો પાવડર
૨૫ થી ૩૦ ટુક્ડા કોકો
સજાવવા માટે : ટુટી-ફુટી
ચેરી(ઓપ્શનલ) વાસણો : વાયર સ્ટેન્ડ
કુકર
વધુ સામગ્રી વાંચો
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) એક મોટા બાઉલમાં ૪૦ થી ૫૦ ગ્રામ બટર, ૩ ટેબલ સ્પૂન તેલ તથા ૫૦ ગ્રામ પીસેલી ખાંડ લઇ તેને એકથી બે મિનિટ ફેટીને (જડપથી હલાવીને) એકરસ કરો અને તેને તેને એક તરફ મૂકી દો.

૨ ) એક વાસણમાં ૨૦૦ થી ૨૫૦ ગ્રામ દૂધ નોર્મલ ટેમ્પ્રેચરવાળું દૂધ લઇ તેમા 1.5 ટીસ્પૂન વિનેગાર તથા 1 ટી-સ્પુન વેનિલા એસેન્સ નાખાને હલાવી લો અને તેને તેને એક તરફ મૂકી દો.

૩ ) એક વાસણમાં ૨૫૦ ગ્રામ મેંદો લઇ તેમાં 2.5 ટી-સ્પૂન બેકિંગ પાવડર, 2.5 ટી-સ્પૂન ખાવાનો સોડા તથા ૨૫ ગ્રામ કોકો પાવડર નાખીને બરાબર હલાવો, બરાબર મિક્સ થઇ જાય પછી તેને ચાળી લો જેથી તેમા કોઇ મોટો કણ ના રહી જાય.

૪ ) સ્...ટેપ-1 માં તૈયાર કરેલા બટર, તેલ અને પીસેલી ખાંડના મિશ્રણમાં સ્ટેપ-2 (દૂધ, વિનેગાર, વેનિલા એસેન્સ ) અને સ્ટેપ-3 (મેંદો, બેકિંગ પાવડર, ખાવાનો સોડા, કોકો પાવડર) માં બનાવેલુ મિશ્રણ ધીમે ધીમે મિકસ કરી ફેટતા જાવ. (કેકનુ મિશ્રણ તૈયાર)

૫ ) એક મોટા કૂકરમાં ૨૦૦ થી ૨૫૦ ગ્રામ મીઠું કૂકરમાં પાથરો, મીઠા ઉપર વાયર સ્ટેન્ડ મૂકી - સીટી કાઢીને કૂકરને ગેસની ધીમી આંચે ૧૦ મિનિટ ગરમ કરવા મૂકો.

૬ ) એક એલ્યુમિનિયમના વાસણની અંદરની સપાટી પર બટર લગાવો, કેકના તૈયાર મિશ્રણને તેમાં રેડો.

૭ ) એલ્યુમિનિયમના વાસણને ગરમ કરેલા કૂકરમાં વાયર સ્ટેન્ડ પર મૂકો અને સીટી વગર કુકરને ઢાંકીને ૩૦ થી ૪૦ મિનિટ ગેસની ધીમી આંચે કેકને બેક થવાદો.

૮ ) ૨૦ થી ૨૫ મિનિટ પછી એક વખત ઢાંકણુ ખોલીને કેક પર ચપ્પુ મુકી જોઇ લેવું, જો કેક ચપ્પુ ઉપર ન ચોટે તો કેક બની ગઇ છે એથવા તેને બીજો થોડો સમય કુકરમાં ચડવા દેવી.

૯ ) કેક બની ગયા પછી ગેસ બંધ કરીને થોડી વાર કુકરમાં રાખીવી.

નોંધ : સ્ટેપ-૪ માં ચોખાનો લોટ પણ થોડો (૨૫ ગ્રામ જેટલો) નાખી શકાય.

આઇસીંગ બનાવવઆની રીત:

૧૦૦ ગ્રામ અમૂલ બટર લોઇ તેને સફેદ થાય ત્યાં સુધી ફેટૉ અને તેમાં ખાંડ ઉમેરી ફેટી લો. જોઇતી થીકનેસ પ્રમાણે તેમાં ૩ થી ૪ ચમચી દૂધે ઉમેરી ફેટો.

કેકને સજાવવા માટે :

૧ ) કેકને વચ્ચેથી ધારવાળા ચપ્પુથી સારી રીતે ધીમે ધીમે ગોળ ફેરવતાં કટ કરો.

૨ ) કટ કરેલી કેકમાં વચ્ચે આઇસીંગ લગાવી તેના પર થોડી ટુટી-ફ્રુતી પાથરો અને બીજુ પડ મુકી એને બંધ કરીલો.

૩ ) કેકની ઉપર ક્રિમ લગાવી તેના ઉપર ચોકલેટને ખમણીલો, સજાવવા માટે તમે ચેરી તથા ટુટી ફ્રુટીનો ઉપયોગ કરી શકો.


Kaywords: હોમમેડ કુકર કેક, Cooker Cake Recipe in Gujarati, Kukar Cake, Pressure Cooker Cake, Cake Without Oven

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

મેંગો આઈસક્રીમ

મેંગો આઈસક્રીમ

પોટેટો મન્ચુરિયન (બટેકાના મન્ચુરિયન)

પોટેટો મન્ચુરિયન (બટેકાના મન્ચુરિયન)

શક્કરીયાનો હલવો

શક્કરીયાનો હલવો

મમરાના લાડુ

મમરાના લાડુ

કોકો ચૉકલેટ

કોકો ચૉકલેટ

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 હોમમેડ કુકર કેક ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: