સ્વીટ વાનગી: ચૉકલેટ
બનાવવામાં લાગતો સમય: ૩૦ મિનિટ (+૨-૩ કલાક માટે ફ્રીઝરમાં જમાવવા)
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૨૮ થી ૩૦ નંગ
૭૫ ગ્રામ કોકો પાઉડર | |
ખાંડ/બૂરું-પાવડર ૧૦૦ ગ્રામ | |
૩૦ ગ્રામ મિલ્ક-પાઉડર | |
બટર ૧૦૦ ગ્રામ | |
૧ ટેબલ સ્પૂન સૂકો મેવાનો ભૂકો( મરજિયાત) | |
પાણી ૫૦ મિલી |
૧ ) એક વાસણમાં જીણી ચારણી વડે દળેલી ખાંડ/બૂરું પાવડર, કોકો પાઉડર તેમજ મિલ્ક-પાઉડર ને મિક્સ કરી બરાબર ચાળી લો.
૨ ) હવે એક વાસણ માં પાણી ગરમ મૂકો, પાણી ઉકાળી જાઈ ત્યાર બાદ ગેસ બંધ કરી દો.
૩ ) ગરમ થયેલ પાણી માં એક કાચ નું મોટું વાસણ (બાઉલ) મૂકી બાઉલમાં બટર ને ઓગળી લો.
૪ ) હવે ઓગાળેલા બટરમાં તૈયર મિક્સ કરેલા પાવડરને ઉમેરી એક સરખું હલાવતા રહી મિશ્રણને એક-રસ બનાવો, સ્વાદ અનુસાર તેમાં સૂકા મેવાનો ભૂકો ઉમેરી શકાય.
૫ ) હવે તૈયર કરેલા મિશ્રણ ને મોલ્ડમાં રેડીને તેને ૨ થી ૩ કલાક માટે ફ્રીઝરમાં જમાવવા(ઠંડી) થવા માટે મૂકી દો.
૬ ) ...>તૈયાર છે કોકો ચોકલેટ .
નોંધ:- સ્ટેપ ૩ માં , બટરની જગ્યા પર કોકોનટ ઓઇલ પણ લઈ શકાય.
Kaywords: કોકો ચૉકલેટ, Homemade Coco Chocolate Recipe in Gujarati, Chocolate With Cocoa Powder, Homemade Chocolate Using Cocoa Powder
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 કોકો ચૉકલેટ ને રેટિંગ આપવા બદલ આભાર.