ફાસ્ટફૂડ વાનગી: નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૫ નંગ
૧૦ નંગ બ્રેડ | |
૧૫૦ ગ્રામ કોબી | |
૨૫૦ ગ્રામ ગાજર | |
૧૦૦ ગ્રામ કેપ્સીકમ | |
૨૦૦ થી ૨૫૦ ગ્રામ દહીં | |
૧ ટેબલ સ્પૂન આદુ-મરચાની પેસ્ટ | |
૧/૨ ટી સ્પૂન મરી પાઉડર | |
૨ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર | |
સ્વાદ મુજબ મીંઠુ | |
માંખણ અથવા ઘી | |
બ્રેડ પર ચોપડવા માટે |
૧) સૌપ્રથમ દહીંને એક જીણા કપડામાં બાંધીને તેનું પાણી નીતારી લો.
૨) કોબી, ગાજર, કેપ્સીકમને જીણા સમારી લો.
૩) પાણી નીતારેલા (વગરના) દહીંમાં જીણા સમારેલા કોબી, ગાજર, કેપ્સીકમ તથા કોથમીર, મરી પાવડર, આદુ-મરચાની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખીને બધી જ વસ્તુઓને સારી રીતે હલાવી એકરસ કરો.
૪) પછી બ્રેડની એક સ્લાઇઝ લઇ તેની બન્ને બાજુએ થોડું ઘી કે માખણ લગાવો. (ન લગાવો તો પણ ચાલે) તેના ઉપર દહીંમાંથી બનાવેલા મિક્સનું થોડું જાડુ થર કરીને પાથરી લો.
૫) પાથરેલા ખીરા ઉપર બીજી બ્રેડ મુકો.
૬) તૈયાર કરેલી સેન્ડવીચને ગ્રીલ સેન્ડવીચ... મેકરમાં બે થી ત્રણ મિનિટ માટે મુકો.
ગ્રીલ સેન્ડવીચ મેકરના હોય તો નોન સ્ટીક તવા ઉપર સહેજ ઘી કે માખણ લગાવી તૈયાર સેન્ડવિચને બંને તરફથી આછા ગુલાબી રંગની શેકો.૭) ગરમ ગરમ સેન્ડવીચને સોસ સાથે સર્વ કરો.
નોંધ:અગાઉથી નક્કી કર્યુ હોય કે દહીં સેન્ડવીચ બનાવવી છે. તો દહીંને એક કપડામાં પોટલી વાળીને એક જગ્યાએ બે, ત્રણ કલાક માટે ટીંગાડી દો. જેથી બધુ જ પાણી નીતરી જશે. (પોટલી જ્યાં ટીંગાડો ત્યાં નીચે વાસણ રાખવું જેથી નીતરેલું પાણી વાસણમાં પડે. દહીંમાંથી પાણી સાવ નીતારી નાખવાથી સેન્ડવિચ જલદી પોચી નઇ પડી જાય.)
Kaywords: દહી સેન્ડવીચ, Curd Sandwich Recipe in Gujarati, Yogurt Sandwich, Dahi Sandwich
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 દહી સેન્ડવીચ ને રેટિંગ આપવા બદલ આભાર.