Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Nov 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

હોમમેડ બર્ગર

  95  |  2721 Views

ફાસ્ટફૂડ વાનગી: મુખ્ય ભોજન, નાસ્તો

હોમમેડ બર્ગર

બનાવવામાં લાગતો સમય: ૩૫ થી ૪૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૧૦ થી ૧૨ નંગ

સામગ્રી:

બર્ગર બન ૧૦ થી ૧૨
૨૫૦ ગ્રામ બટેકા
૨૫૦ ગ્રામ ડુંગળી
૨૫૦ ગ્રામ બીટ
૧૦ થી ૧૨ ચીઝ સ્લાઇસ
૨૫૦ ગ્રામ કોથમીર
૨૫ ગ્રામ લીલું લસણ
૧૦ ગ્રામ આદું
૧૦ ગ્રામ લીલા મરચાં
૧.૫ ટેબલ સ્પૂન લીંબુ નો રસ
બટર ૨૦ ગ્રામ
મીઠું સ્વાદ મુજબ
૨ થી ૩ ટોસ્ટ નો ભૂકો
તેલ ૮ થી ૧૦ ટેબલ સ્પૂન
૧ ટી સ્પૂન ગરમ મસાલો
૨ ટી સ્પૂન ચાટ મસાલો
નાની કોબી ના પાન ૧૦ થી ૧૨ નંગ
ટામેટાં ૧૦૦ ગ્રામ
વધુ સામગ્રી વાંચો
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ બટેકા તથા બીટ ને સરખું ધોઈ ને છાલ ઉતારી લો.

૨ ) એક કુકર માં થોડું પાણી ભરી તેમાં બટેકા તેમજ બીટ ને બાફી લો.

૩ ) બાફેલા બટાકા નો છુંદો કરી લો.

૪ ) લસણ, લીલા મરચાં, કોથમીર ને જીણું સમારી લો.

૫ ) આદું ના સરખ ટુકડા કરી મિક્સર માં ક્રશ કરી પેસ્ટ બનાવે લો.

૬ ) બાફેલા બીટ, ડુંગળી, ટામેટાં ની પાતળી ગોળ સ્લાઇસ કાપી લો.

૭ ) કોથમીર,આદું- મારચા,લીલું લસણ ,લીંબુ નો રસ,સ્વાદમુજબ મીઠું ઉમેરી મિક્સર માં ક્રશ કરી ચટણી તૈયાર કરી લો.

૮ ) તૈયાર કરેલ બટાકા ના માવા( છુંદો ) માં સ્વાદમુજબ ...મીઠું,સમારેલું લીલું લસણ,આદું ની પેસ્ટ 1l ટી સ્પૂન, જીન સમરેલા મરચાં, ૧/૨ ટી સ્પૂન લીંબુ નો રસ,કોથમીર,ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવી લો.

૯ ) તૈયાર કરેલ બટાકા ના માવા માંથી નાના કદ ની ગોળ-ગોળ ટીકી બનાવી લો.

૧૦ ) એક પ્લેટ માં ટોસ્ટ નો ભૂકો લો, તૈયાર કરેલ ટીકી માં ટોસ્ટ નો ભૂકો ચરે તરફ બરાબર લગાવી લો.

૧૧ ) ગેસ ની મધ્યમ આંચ પર એક નોનસ્ટિક તવી( પેન) ગરમ મૂકી તેમ થોડું તેલ લગાવી ટીકી ને બ્રાઉન રંગ બંને બાજુ થાય ત્યાં સુધી સેકી લો.

૧૨ ) બર્ગર ના બંને વચ્ચે થી બરાબર કાપી લો અને બર્ગર બન ને બહાર ની તરફ બટર લગાવી સેકી લો

૧૩ ) sheકેલા બર્ગર બન માં અંદર ની તરફ બંને બાજુ લીલી ચટણી લગાવી લો.

બર્ગરના નીચેના ભાગ માં લીલી ચટણી લગાવી તેની ઉપર બટાકા ની ટીકી મૂકો ત્યારબાદ તેના ઉપર ચીઝ સ્લાઇસ મૂકી એક ચપટી ચાટ મસાલો છાંટી તેના પર ટમેટા ની એક થી બે સ્લાઇસ મૂકી ફરી એક ચપટી ચાટ મસાલો છાંટો

હવે તેના પર બીટ ની સ્લાઇસ મૂકી એક ચપટી ચાટ મસાલો છાંટો ત્યારબદ્દ હવે તેના પે ડુંગળી ની એક થી બે સ્લાઇસ મૂકી તેના પર એક ચપટી ચાટ મસાલો છાંટી તેના પર કોબી નું એક નાનું પાન મૂકી લીલી ચટણી લગાવી લો અને બર્ગર નું બીજું( ઉપર નો ભાગ ) બન મૂકી ટુથ પિકક બર્ગર ની વચ્ચે લગાવી દો.તૈયાર છે ટેસ્ટી એંડ હેલ્થી બર્ગર.

બર્ગર ને સોસ સાથે સર્વ કરો.

Kaywords: હોમમેડ બર્ગર, Homemade Burger Recipe in Gujarati, Desi Burger

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

હોમમેડ પીઝા સોસ

હોમમેડ પીઝા સોસ

રવાના બ્રેડ પિઝા

રવાના બ્રેડ પિઝા

દહી સેન્ડવીચ

દહી સેન્ડવીચ

ફરાળી પિઝા

ફરાળી પિઝા

પોટેટો મન્ચુરિયન (બટેકાના મન્ચુરિયન)

પોટેટો મન્ચુરિયન (બટેકાના મન્ચુરિયન)

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 હોમમેડ બર્ગર ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: