ફ્યુઝન વાનગી: મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૮ થી ૧૦ સ્મોલ સાઇઝ પીઝા
૧ કિલો ડુંગળી | |
૨ ટેબલ સ્પુન ટમેટો સોસ | |
૧ કિલો ટામેટા | |
૭૫ ગ્રામ ખાંડ | |
૨ ટેબલ સ્પુન તજ પાઉડર | |
૧/૪ ટેબલ સ્પુન જીરૂ | |
૧ ટેબલ સ્પુન તેલ | |
સ્વાદ મુજબ મીંઠુ |
૧) સૌપ્રથમ ડુંગળી તથા ટામેટાને કાપીને મિક્સરમાં ક્રશ કરો.
૨) એક વાસણમાં ૧ ટેબલ સ્પુન તેલ લઇ તેમાં ૧/૪ ટેબલ સ્પુન જીરૂ નાખો.
૩)તેલ ગરમ થઇ જાય એટલે ગેસ ઠારી દો, ગરમ તેલમાં ક્રશ કરેલા ડુંગળી તથા ટામેટા નાખો.
૪) તેમાં મરચા પાઉડર, તજ પાઉડર, ખાંડ, સોસ તથા સ્વાદ મુજબ મીંઠુ નાખી બધી જ વસ્તુને હલાવી એકરસ કરો.
૫) પછી ગેસની ધીમી આંચે ઢાંકીને ગરમ કરવા મુકો અને થોડી થોડી વારે હલાવતા રહો.
૬ ) ગ્રેવી બરાબર ઘટ્ટ થાય પછી એક ટેબલ સ્પુન ગ્રેવીને નાના વાસણમાં કાઢીને ઠરવા દો, જો નાના વાસણમાં કાઢેલી ગ્રેવીમાંથી પાણી છુટું પડતુ હોય ત...ો ગ્રેવીને ફરીથી ગેસની ધીમી આંચ પર મુકી હલાવતા રહો અને ફરી ચેક કરી લો.
નોંધ: બનાવેલી ગ્રેવીને ઢાંકવી નહી.
-આ ગ્રેવીમાંથી પીઝા બનાવવા માટે પીઝા બેઝ પર માખણ લગાવીને એના પર પાથરવી ઉપરથી કેપ્સીકમ, કોબી,ઓલીવ,મશરૂમ જેવા ટોપીંગ્સ નાખવા અને ઉપરથી ચીઝ ખમણીને માઇક્રોવેવ અથવા ગેસ પર પીઝા બનાવવા. -આ સિવાય કેપ્સીકમ, કોબી,ઓલીવ,મશરૂમ જેવા ટોપીંગ્સ ગ્રેવીને ઉકાળતી વખતે પણ એમાં નાખી શકાય. ગ્રેવી ઉકાળતી વખતે એમાં ચીઝ પણ નાખી શકાય. -ગ્રેવીમાં તીખાશ માટે મરચા પાપડના બદલે લીલા મરચા પણ સ્વાદ મુજબ નાખી શકાય.
Kaywords: હોમમેડ પીઝા સોસ, Homemade Pizza Sauce Recipe in Gujarati, Homemade Pizza Gravy, Pizza Sauce
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 હોમમેડ પીઝા સોસ ને રેટિંગ આપવા બદલ આભાર.