Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Nov 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

રવાના બ્રેડ પિઝા

  17  |  2323 Views

નાસ્તો વાનગી: ફાસ્ટફૂડ

રવાના બ્રેડ પિઝા

બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૮ થી ૧૦ પિઝા

સામગ્રી:

૧૦૦ ગ્રામ રવો
૧૦૦ ગ્રામ કેપ્સિકમ
૧૦૦ ગ્રામ ડુંગળી (જીણી સમારેલી)
૧૦૦ ગ્રામ ટમેટાં (જીણા સમરેલા)
૨ થી 3 ટેબલ સ્પૂન કેચપ (ટમેટાનો સોસ)
સ્વાદ મુજબ મીઠું
૧/૨ કાશ્મીરી લાલ મરચાં નો પાઉડર
બટર ૨૦ થી ૩૦ ગ્રામ
૧/૨ ધાણાજીરું પાઉડર (નાખવું હોય તો)
૨ ટેબલ સ્પૂન આદૂ-મરચાંની પેસ્ટ
ચીલી ફિલઇક્સ સ્વાદ મુજબ
૨૦૦ ગ્રામ ચીઝ
૮ થી ૧૦ બ્રેડ
૩૦ મિલી પાણી
વધુ સામગ્રી વાંચો
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ એક વાસણમાં રવાને ગેસ ની મધ્યમ આંચ પર (કોરો) સેકી લો.

૨ ) એક વાસણમાં ૩૦ મિલી પાણીને ગરમ કરી લો, તેમાં સેકેલો રવો, જીણા સમારેલા કેપ્સિકમ, જીણી સમારેલી ડુંગળી ઉમેરી હલાવી લો, હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, આદું મારચા ની પેસ્ટ અને કેચપ ઉમેરી થોડું ઢીલું (લચકા જેવુ ) મિશ્રણ તૈયાર કરો.

૩ ) એક નોનસ્ટિક લોઢીને ગેસની ધીમી આંચ પર ગરમ કરી લો, હવે બ્રેડની બંને તરફ બટર લગાવી બ્રેડને ગુલાબી રંગની સેકી લો. હવે બ્રેડની એક તરફ તૈયાર કરેલું રવાનું મિશ્રણ એક-સરખું પાથરી બ્રેડને બે મિનિટ રહવા દો. બ્રેડને ચારેય કિનારી તરફ બટર લગાવી... બ્રેડને ઉલટાવી બીજી બાજુ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લો.

૪ ) તૈયાર થયેલા બ્રેડ પિઝાને એક પ્લેટમાં રાખી તેના પર સ્વાદ અનુસાર ચીલી-ફિલઇક્સ અને ખમણેલી ચીઝ નાખો.

૫ ) પિઝા ને સોસ તેમજ સોફટડ્રિંક સાથે સર્વ કરો

નોંધ :- ચીલીફિલઇક્સ ને રવા ના મિશ્રણ ને સીધા પણ ઉમેરી શકાઈ.

Kaywords: રવાના બ્રેડ પિઝા, Rava Bread Pizza Recipe in Gujarati, Tawa Bread Pizza, Rava Bread Pizza, Suji Bread Pizza

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

હોમમેડ પીઝા સોસ

હોમમેડ પીઝા સોસ

ફરાળી પિઝા

ફરાળી પિઝા

બ્રેડ પુડિંગ

બ્રેડ પુડિંગ

ચીઝ-કોબી પરાઠા

ચીઝ-કોબી પરાઠા

હોમમેડ બર્ગર

હોમમેડ બર્ગર

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 રવાના બ્રેડ પિઝા ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: