મુખ્ય ભોજન, નાસ્તો વાનગી: પંજાબી
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૭ થી ૮ નંગ
૩૫૦ ગ્રામ ઘઉં નો લોટ | |
૧ કિલો કોબી | |
૨ ટી સ્પૂન મરી પાઉડર | |
૧.૫ ટી સ્પૂન આદું- મરચાં ની પેસ્ટ | |
૧/૨ ટી સ્પૂન લીંબુ નો રસ | |
૧/૨ ચાટ મસાલો | |
૧ ટી સ્પૂન તેલ | |
૨૦૦ ગ્રામ બટર | |
સ્વાદ મુજબ મીઠું | |
૨૫૦ ગ્રામ ચીઝ |
૧ ) સૌ પ્રથમ કોબીને ખમણી લો.
૨ ) ખમણેલી કોબી માં થોડું મીઠું ઉમેરી હલાવી ૧૦ થી ૧૫ મિનિટ સુધી રાખી દો.
૩ ) ૧૫ મિનિટ બાદ કોબી માંથી બધુંજ પાણી સરખી રીતે હાથ વડે નિતારી લઈ કોબી ને સાવ કોરી કરી એક તરફ રાખી દો.કોબી માંથી નિકળેલ રસ (પાણી) એક વાસણ માં ભરી એક તેરફ રાખી દો.
૪ ) એક વાસણ માં ઘઉં નો લોટ લઈ તેમાં થોડું મીઠું ઉમેરી ૧ ટી સ્પૂન તેલ ઉમેરી એકરસ કરી લો.
૫ ) એકરસ કરેલ લોટ માં સાવ નિતારી ને કોરી કરેલી કોબી ઉમરો ત્યારબાદ કોબી માથી નિકળેલ રસ ઉમેરી રોટલી કરતાં થોડો કઠણ લોટ બાંધી લો.
૬ ) હવે કોરી કરેલ કોબી ને એક વાસ...ણ માં લઈ તેમ ચીઝ ખમણી લો,ત્યારબાદ તેમાં મરી પાઉડર,આદું- માર્ચ ની પેસ્ટ,સ્વાદ મુજબ મીઠું,૧/૨ લીંબુ નો રસ,ચાટ મસાલો ઉમેરી સરખું હલાવી માવો બનાવી લો.
૭ ) લોટ ના થોડા મોત લુવા બનાવી રોટલી વણી લો.
૮ ) વણેલી રોટલી માં કોબી ચીઝ ના માવા નો લુંવો બનાવી રોટલી માં ભરી રોટલી ને પોટલી ની જેમ બંધ કરી ફરી લુવૂ બનાવી રોટલી મધ્યમ કદ ની વણી લો.
૯ ) નોનસ્ટિક પેન ને ગેસ ની મધ્યમ આંચ પર ગરમ મૂકો તેના પર બટર લગાવી પરાઠા ને બંને બાજુ આછા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી સેકી લો. તૈયાર છે ચીઝ કોબી પરાઠા.
નોંધ:- ૧ ) કોબી નો માવો બની જે ત્યારબાદ તરતજ પરોઠા વાણી લેવા કેમકેકોબી લાંબા સમય સુધી રાખવા થી કોબી માંથી પાણી છૂટવા લાગે જેના કારણ પરાઠા સરળતા થી ના વણી શકાય. ૨ ) બટર ના બદલે ઘી અથવા તેલ નો ઉપયોગ પણ કરી શકાય.
Kaywords: ચીઝ-કોબી પરાઠા, Cheese Gobi Paratha Recipe in Gujarati, Cheese Cauliflower Paratha, Cauliflower Cheese Stuffed Flatbread, Cheese Gobi Ka Paratha, Cheese Gobhi Paratha
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ચીઝ-કોબી પરાઠા ને રેટિંગ આપવા બદલ આભાર.