Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Apr 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

સુરતી લોચો

  104  |  1 Review  |  2955 Views

ગુજરાતી વાનગી: મુખ્ય ભોજન, નાસ્તો

સુરતી લોચો

બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: ૫ થી ૬ કલાક

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે

સામગ્રી:

ચણાની દાળ-૨૫૦ ગ્રામ
લીલા મરચાની પેસ્ટ-૧ ટેબલ સ્પુન
આદુની પેસ્ટ-૧ ટેબલ સ્પુન
ખાવાનો સોડા-૧/૨ ટી સ્પુન
મરી પાઉડર-ટેબલ સ્પુન
તેલ-૨ ટેબલ સ્પુન
મીંઠુ-સ્વાદ અનુસાર
ચાટ મસાલા પાઉડર- ટેબલ સ્પુન
વાનગીકાર / Recipe By
testmaker

Dhara Choksi

Lecturer / Creative Writer
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) (પુર્વ તૈયારી) ચણાની દાળને ૫-૬ કલાક પાણીમાં બોળવી તે પછી પાણી ગાળીને સરસ પેસ્ટમાં પીસી લેવી.

૨ ) (પુર્વ તૈયારી) દાલનું ખીરૂ ઇડલી/ઢોકળા ના ખીરૂ જેટલું ઢીલુ રાખવુ. જાડુ પીસાય તો તેમા પાણી રેડી ઢીલું કરવું.

૩ ) (પુર્વ તૈયારી) થોડું દહીં નાખી ખીરૂ આથવા રાખો ૫-૬ કલાક

૪ ) જો તમારી પાસે ઇડલી/ઢોકળાનું કુકર હોય તો તેમાં પાણી નાખી ગરમ કરવા મુકો. જો ના હોય તો કોઇ મોટી તપેલીમાં પાણી રેડી તેને ઢાંકીને ગરમ કરો.

૫ ) અથાયેલાં ખીરામાં વાટેલું લીલુ મરચું, વાટેલું આદુ, મીઠું અને ખાવાનો સોડા(ખારો) નાખી બરાબર એકરસ કરી લેવુ.

૬ ) એક થ...ાળી પર તેલ લગાવી, અડધી થાળી જેટલું ખીરૂ તેમાં રેડવું (ગરમ થતાં ફુલે તેથી) મરી પાઉડર છાંટી થાળીને મધ્યમ આંચે ગરમ કરવા કુકરમાં મુકો.

૭ ) થોડા સમય પછી ઢાંકણ ખોલી છરી દ્રારા ચકાસો કે ખીરૂ રંધાયું કે નહી. જો છરી પર ખીરૂ ચોટે તો તેને હજુ થોડા સમય માટે થવા દો.

૮ ) જો ના ચોટે તો ગેસ બંધ કરી થાળીને કાઢી ઊંધી મુકો જેથી તેમાં રહેલું પાણી અને વરાળ નીકળી જાય.

૯ ) એક મિનિટ પછી થાળીને પાછી સીધી કરો. તેની ઉપર ચાટ મસાલા પાઉડર ભભરાવો અને તેલ લગાવો.ચપ્પુથી ખુણા કાપી થાળીમાંથી ખીરૂ કાઢો.

૧૦ ) સેવ અને ફુદીનાની ચટણી સાથે ગરમ પીરસો.

નોંધ:
૧ ) મરી પાઉડરની જગ્યાએ તમે લાલ મરચાનો પાઉડર પણ વાપરી શકો છો.
૨ ) બટર અથવા ચીઝ લોચા માટે, પીરસતા પહેલા તેને બટર અથવા ચીઝ થી ગારનીશ કરો.
૩ ) ખાવાના સોડા જગ્યાએ તમે ઇનો પણ વાપરી શકો છો.


Kaywords: સુરતી લોચો, Surti Locho Recipe in Gujarati, Surati Locho, Gujarati Farsan Locho

વાનગીકાર / Recipe By
testmaker

Dhara Choksi

Lecturer / Creative Writer

તમને આ વાનગીઓ પણ ગમશે

દૂધ પૌવા (શરદ પૂનમ માટે)

દૂધ પૌવા (શરદ પૂનમ માટે)

સુરતી ઘારી

સુરતી ઘારી

લીલી તુવેરના ટોઠા

લીલી તુવેરના ટોઠા

લીલવા કચોરી

લીલવા કચોરી

ખાંડવી

ખાંડવી

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 સુરતી લોચો ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો:
Review:

Please share recipe of Amiri Khaman just like you have shared recipe of Surati Locho. by Rinky S. Naik on 06-06-2022 05:06 PM

Sure, soon we will share requested recipe
- Queen's Kitchen Family