ગુજરાતી વાનગી: મિષ્ટાન
સુરતી ઘારી એ સુરત (ગુજરાત, ભારત) ની મીઠાઇ છે જે પિસ્તા, બદામ-ઇલાઇચી અને માવા જેવા અનેક સ્વાદમાં ઉપલબ્ધ છે. હિંદુ કેલેન્ડરમાં છેલ્લી પૂર્ણિમા જે ચાંદની પડવા કે જે શરદ પૂર્ણિમા તારીખે ઓળખાય છે તે દિવસોમાં સુરત અને તેની આજુ બાજુના પ્રદેશમાં સુરતી ઘારી ખાવાનો રીવાજ છે.
બનાવવામાં લાગતો સમય: ૪૦ થી ૫૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૧૦ થી ૧૨ નંગ
૧ ) સૌપ્રથમ ૨૫૦ ગ્રામ મોળા માવાને ગેસની ધીમી આંચે ઘી છુંટુ પડે ત્યાં સુધી હલાવીને શેકો. અને તેને શેકાઇ ગયા પછી એક તરફ ઠંડુ કરવા મુકો.
૨ ) ત્યારબાદ એક ટેબલ સ્પુન ધીમાં ૧ ટેબલ સ્પુન ચણાનો લોટ ધીમા તાપે આછા બ્રાઉન રંગનો શેકો તથા તેને એક તરફ રાખી દો.
૩ ) બદામ,કાજુ મોળા પિસ્તાને અધકચરા પીસી લો.એલાઇચીનો પાવડર કરી લો.
૪ ) ઠંડા થયેલા માવામાં ૨૫૦ ગ્રામ દળેલી ખાંડ,૧ ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ,અધકચરું પીસેલું ડ્રાયફુટ,એચચી પણ નાખો.
૫ ) આ બધી જ વસ્તુઓને મોળા માવામાં બરાબર હલાવીને મિકસ કરો અને તેના નાના ગોળા વાળી લુઆ બનાવી તેને એક તરફ ર...ાખી દો.
૬ ) ૨૦૦ ગ્રામ મેંદાના લોટમાં ૫ થી ૬ ટેબલ સ્પુન ઘી મોણ નાખી લોટને બરાબર મિક્સ કરો. અને ઠંદા દુધથી લોટ બાંધો.
૭ ) મેંદાનો લોટ સુકાઇ ન જાય તેના માટે કપડુ ઢાંકો.
૮ ) ૩૦૦ ગ્રામ ઘીને ગેસની ધીમી આંચે ગરમ કરવા મુકો.
૯ ) પછી મેંદાની ૪ થી ૫ ઇંચના ડાયામીતરની પુરી વણી તેમાં માવાના બનાવેલા ગોળા (ગુલ્લા) વચ્ચે મુકી કિનારી પર થોડું દુધ લગાવીને બંધ કરો અને ધારીને હળવે હાથે દબાવી થોડી ચપટી કરો.
૧૦ ) ગરમ કરેલા ઘી થી ઘારીને તળી લો. એક કાણાવારી જારીમાં ઘારી મુકી તેના ઉપર બેજા ચમચાથી ગરમ ઘી રેડીને તળતા જાવ. બધી જ ઘારીને એક એક કરીને આ રીતે તળવી.તળેલી ઘારીને એક તરફ રાખો.
૧૧ ) ૧૦૦ ગ્રામ ઘી લઇને વધુ આંચે ગરમ કરી.ઘી ને બરફની તપેલી ઉપર મુકો. ઘી થોડું ફરે પછી તે તળેલી ઘારી બોળીને કાઢી લો.
૧૨ ) ઘારીને ફ્રિઝમાં મુકો.ખાવા સમયે કાઢો.
Kaywords: સુરતી ઘારી, Surati Ghari Recipe in Gujarati, Ghari, Chandni Padwa, Sharad Purnima
For Queen's Kitchen, Recipe by: Dhara Choksi
For Queen's KitchenRecipe by: Dhara Choksi
🙂 સુરતી ઘારી ને રેટિંગ આપવા બદલ આભાર.