ગુજરાતી વાનગી: ફરસાણ, નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૩ થી ૪ વ્યક્તિ માટે
૧ ) સૌપ્રથમ ૬૦૦ મીલીમાં ૨૦૦ ગ્રામ ચણાનો લોટ તથા સ્વાદ પ્રમાણે મીંઠુ અને લીંબુના ફુલ નાખો. મિશ્રણને એક રસ કરો.
૨ ) ખીરાને કુકરમાં મુકી ૩ સીટી વગાડો. કુકર ઠરે પછી થોડા ખીરાને એક વાસણમાં લઇ ઠરવા દો. ઠરી ગયેલું ખીરૂ એક વાસણમાંથી સહેલાઇથી ઉખડે નહી તો ફરી એક સીટી વગાડો.
(અથવા ખીરાને નોનસ્ટીક કે જાડા વાસણમાં લઇને ગેસ પર મીડીયમ આંચે સતત હલાવતા રહીને ગરમ કરો. અને ઉપર પ્રમાણે ખીરાને ચેક કરી લો)
૩ ) બે માટી થાળી કે કુકીંગ સ્ટેન્ડ પર તેલ લગાવીને ખીરાને પતલું પાથરીને પહોળુ કરો, અને ઊભા અઢી ઇંચના ઊભા કાપા પાડો.
૪ ) પાથરેલું ખીરૂ ઠરી ગયા બાદ ...હળવે હાથે ઊભા કાપા પ્રમાણે ગોળ વીંટા વાળો. (કાચી ખાંડવી તૈયાર).
૫ ) એક નાના વાસણમાં (વઘાર માટે) બે ટેબલ સ્પૂન તેલ લઇને તેમાં રાંઇ, હીંગનો વઘાર મુકો. રાંઇ તતડી જાય એટલે (વઘાર આવી જાય એટલે) તેમાં તલ તથા લીલા મરચાના ટુકડા નાખીને બે મિનિટ રાખો.
૬ ) તૈયાર તેલના વઘારને, કાચી ખાંડવી પર રેડો.
૭ ) તૈયાર ખાંડવી ઉપર કોપરાનું છીણ તથા કોથમીર ભભરાવી સર્વ કરો. (લીલા કોપરાનું છીણ પણ નાખી શકાય.)
નોંધ:
- સ્ટેપ-૨ માં ખાંડવીને હલાવતી વખતે ગાંઠા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ગાંઠા થાય તો ફરીથી હલાવી એક રસ કરવું.
- સ્ટેપ-૧ માં પાણીની જગ્યાએ પાતળી છાશ પણ વાપરી શકાય, છાશની ખટાશ પ્રમાણે લીંબુના ફુલના પ્રમાણમાં ફેરફાર કરવો.
Kaywords: ખાંડવી, Khandvi Recipe in Gujarati, Patuli, Dahivadi, Suralichi Vadi
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ખાંડવી ને રેટિંગ આપવા બદલ આભાર.