Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Nov 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

ઘુઘરા

  83  |  2472 Views

ગુજરાતી વાનગી: મિષ્ટાન

ઘુઘરા

બનાવવામાં લાગતો સમય: ૫૦ થી ૬૦ મિનીટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૧૫ થી ૧૭ નંગ

સામગ્રી:

૧૨૫ ગ્રામ રવો
૧૨૫ ગ્રામ ઘી (શેકવા માટે)
૨૫૦ ગ્રામ ઘી તળવા માટે
૧/૨ ટેબલ સ્પુન એલચી પાવડર
૨૦૦ ગ્રામ દળેલી ખાંડ
૧/૨ ટી સ્પુન ખસખસ
૫૦ ગ્રામ કોપરાનું છીણ
૨૫૦ ગ્રામ મેંદો
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) ૧૨૫ ગ્રામ ઘીમાં ૧૨૫ ગ્રામ રવાને ગેસની ધીમી આંચે આછા બદામી રંગનો થાય ત્યાં સુધી હલાવીને શેકો.

૨ ) શેકાયેલા રવાને ઠંડો થવા દો.

૩ ) મેંદામાં ૧ ટેબલ સ્પુન ઘીનું મણ નાખી બરાબર હલાવી થોડી ખાંડવાળા ગળ્યા પાણીથી લોટ બાંધો.લોટની ઉપર ભીનું કપડુ રાખી એક તરફ રાખો.

૪ ) શેકેલા ઠંડા રવામાં ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ,૧/૨ ટેબલ સ્પુન ખસખસ,૫૦ ગ્રામ કોપરાનું છીણ નાખીનેબરાબર હલાવી મિક્સ કરો.

૫ ) પછી મેંદાના લોટની ૪ થી ૫ ઇંચના ડાયામીટરની પુરી વળી તેમાં એક ટેબલ સ્પુન રવાનું પુરણ વચ્ચે મુકી પુરીને અડધી વાળીને બંધ કરો.કિનારીને તમારી રીતે ડિઝાઇન ક...રો.

૬ ) થોડા થોડાઘુઘરાને ધીમાં ગેસની ધીમી આંચે આછા ગુલાબી રંગના તળો.

૭ ) ગરમ પીરસો.

Kaywords: ઘુઘરા, દીવાળી મીઠાઈમાં ઘુઘરા, Sweet Gughara Recipe in Gujarati, Gunjiya, Ghughra, Pedakiya, karanji, Kajjikaya, Diwali Ghughra, Gujia

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

લીલા વટાણા ની બરફી

લીલા વટાણા ની બરફી

ખજૂરના લાડુ

ખજૂરના લાડુ

સુરતી ઘારી

સુરતી ઘારી

કાલાજામ

કાલાજામ

શક્કરીયાની કુલ્ફી

શક્કરીયાની કુલ્ફી

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 ઘુઘરા ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: