Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Jan 2025

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

લીલા વટાણા ની બરફી

  69  |  1 Review  |  2486 Views

ફ્યુઝન વાનગી: મિષ્ટાન

લીલા વટાણા ની બરફી

બનાવવામાં લાગતો સમય: ૨૫ થી ૩૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૧૨ થી ૧૫ નંગ

સામગ્રી:

૨૫૦ ગ્રામ લીલા વટાણા
૨૫ ગ્રામ દૂધનો મોળો માવો
૧૫૦ ગ્રામ ખાંડ
૮ થી ૧૦ દાણા એલચી (પાવડર)
૧ ટેબલ સ્પૂન કોપરાનું છીણ
૨ ટેબલ સ્પૂન ઘી
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌપ્રથમ લીલા વટાણાને મિક્સરમાં ક્રસ કરો.

૨ ) ક્રસ કરેલા વટાણાને વરાળી બાકી લો.

૩ ) એક કડાઇમાં ઘીને ગેસની ધીમી આંચે ગરમ કરો ઘી ગરમ થઇ જાય પછી તેમાં ક્રસ કરેલા વટાણાને નાખી પાંચ મિનિટ હલાવીને વટાણાને ઘીમાં શેકી લો.

૪ ) સેકાયેલા વટાણાના માવાને એક વાસણમાં કાઢી લો.

૫ ) પછી દૂધના માવાને ગેસની મધ્યમ આંચે સેકી લો. અને એક તરફ રાખી લો.

૬ ) એક કડાઇમાં ખાંડ લઇને ખાંડ ડુબે તેટલું પાણી લઇ ખાંડને ગેસની મધ્યમ આંચે ગરમ કરો.

૭ ) ખાંડ ઓગળે અને પાણી ઉકળે એટલે તેમાં બાફેલા વટાણાનો માવો તથા સેકેલા દૂધનો માવો નાખ...ી ગેસની ધીમી આંચે હલાવતા રહો.

૮ ) બન્ને વસ્તુઓ ખાંડમાં સારી રીતે એકરસ થઇ જાય અને ઘી છુટુ પડે એટલે ગેસને બંધ કરો.

૯ ) એક છીછરા વાસણમાં(થાળીમાં) ઘી લગાવી એકરસ કરેલી બરફીને પાથરી દો તેન ઉપર એલચી પાવડર છાંટો.

૧૦ ) પાથરેલું બરફીનું મિશ્રણ થોડુ ઠરે એટલે મનગમતા પીસ કરો અને ઉપર કોપરાનું છીણ છાંટો અને સજાવો.

નોંધ:
- સજાવવા માટે તેના ઉપર વરખ પાથરી શકાય.
- કાજુ તથા બદામની કતરણ પણ નાખી શકાય.
- મિઠાઇને લાંબો સમય સાચવવા ફિઝમાં રાખવી.

Kaywords: લીલા વટાણા ની બરફી, Green Peas Barfi Recipe in Gujarati, Hari Matar Ki Barfi, Green Barfi

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

મેંગો આઈસક્રીમ

મેંગો આઈસક્રીમ

શક્કરીયાની કુલ્ફી

શક્કરીયાની કુલ્ફી

સુરતી ઘારી

સુરતી ઘારી

ઘુઘરા

ઘુઘરા

શક્કરિયાની ખીર

શક્કરિયાની ખીર

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 લીલા વટાણા ની બરફી ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો:
Review:

Very easy explanation... delicious and healthy item by Uday Trivedi on 10-11-2016 11:11 AM