ફરાળી, ગુજરાતી વાનગી: મિષ્ટાન
બનાવવામાં લાગતો સમય: ૨૫ થી ૩૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૧ કિલો શક્કરીયા | |
૧ લીટર દુધ | |
૨૫૦ ગ્રામ ખાંડ | |
૫ થી ૧૦ દાના એલચી વાટેલી અથવા નાની ચપટી જાયફળ પાવડર | |
૫ થી ૭ તાંતણા કેસર | |
૪ થી ૫ બદામ કતરણ કરેલી. |
૧) સૌ પ્રથમ શક્કરીયાને સારી રીતે ધોઇ લો.
૨) ત્યારબાદ શક્કરીયાને વરાળે બાફી લો. (શક્કરીયાને વરાળે બાફવા માટે એક મોટા વાસણમાં ઉંધી ચારણી રાખો.ચારણી ડુબે નહી તેટલું પાણી લઇ તેના પર શક્કરીયા રાખીને ઉંચી આંચે ગેસ પર ગરમ પાણી કરો. શક્કરીયા બાફો.)
૩) શક્કરીયા બફાઇ ગયા પછી ગેસને બંધ કરો અને શક્કરીયાને બહાર કાઢી લો.
નોંધ: શક્કરીયાને સીધા પાણીમાં ન બાફવા.તેનાથી ખીરમાં શક્કરીયાનો સ્વાદ નહીં જળવાય.
૪) શક્કરીયા ઠરી ગયા પછી તેની છાલ ઉતારી તેને ખમણીથી ખમણી લો. જેથી ખીરમાં શક્કરીયાના રેસા ન આવે.તે ખમણીમાં ઉપર રહી જાય.
૫) ...b>ત્યારબાદ ૧ લીટર દુધમાંથી ૧/૨ કપ દુધ ઠંડુ કાઢીને રાખો. તેમાં ૫ થી ૭ કેસરના તાંતણા પલાણી રાખો.
૬) બાકીના દુધને ખાંડ તથા બદામની કતરણ,એલચી પાવડર અથવા જાયફળ પાવડર નાખી ગરમ કરો. ત્યારબાદ તેમાં કેસરના તાંતણા પલાળેલું દુધ નાખી ૧૦ મિનિટ ધીમી આંચે ઉકાળો.
૭) ઉકલતા દુધમાં ખમણેલા શક્કરીયાનો માવો નાંખો. ફરી દુધને ૧૦ થી ૧૫ મિનિટ ધીમી આંચે ગેસ પર ઉકાળો. સાથે થોડી થોડી વારે હલાવતા રહો.જેથી માવો કે દુધ ચોંટી ન જાય.
૮) પછી ગેસ પરથી શક્કરીયાની ખીરને ઉતારી લો.થંડી થવા દો.થોડી થોડી વારે હલાવતા રહો.જેથી મલાઇ ન થાય.
૯) પછી ખીરને ફ્રિઝમાં ઠંડી થવા માટે રાખો.જેથી ખીર ખાતા વધુ સ્વાદિષ્ટ લાગશે.
Kaywords: શક્કરિયાની ખીર, Sweet Potato Kheer in Gujarati, Shakkaria Kheer, Shakarkandi Kheer, Sweet Potato Pudding
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 શક્કરિયાની ખીર ને રેટિંગ આપવા બદલ આભાર.