બંગાળી વાનગી: મિષ્ટાન
બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૩૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૧૦ મિનિટ
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૮ થી ૧૦ નંગ
૧૨૫ ગ્રામ પનીર | |
૧૨૫ ગ્રામ દૂધનો મોળો માવો | |
૨૫ ગ્રામ રવો | |
દોઢ ટેબલ સ્પૂન મેંદો | |
૧/૪ ટી સ્પૂન સાજીના ફુલ (સોડા) | |
૧ ટેબલ સ્પૂન બુરૂ ખાંડ (દળેલી ખાંડ) | |
૧/૪ ટી સ્પૂન ખાવાનો પીળો કે બીજો કોઇ કલર | |
૨૫૦ ગ્રામ ખાંડ | |
૩૫૦ ગ્રામ ઘી તળવા માટે | |
૧ ટેબલ સ્પૂન કોપરાનું છીણ (સજાવવા માટે) | |
૩ થી ૪ ટેબલ સ્પૂન દૂધ |
૧ ) પનીર અને દૂધના માવાને ખમણી લો.
૨ ) દૂધમાં રવાને ૧૦ મિનિટ પલાળી રાખો.
૩ ) ખમણેલા પનીર તથા માવાને મસળીમે મિક્સ કરો. તેમાં પલાળેલો રવો, સાજીના ફુલ, મેંદો તથા ખાંડ પાવડર નાખીને બધી જ વસ્તુઓને બરાબર મસળીને એક રસ કરો.
૪ ) તૈયાર કરેલા મિશ્રણમાંથી ૨૫ ગ્રામ મિશ્રણ બાજુ ઉપર કાઢી લો.
૫ ) ૨૫ ગ્રામ કાઢેલા મિશ્રણમાં ખાવાનો પીળો કે કોઇ પણ કલર નાખો. મિશ્રણ સાથે કલરને મિક્સ કરો.
૬ ) કલરવાળા મિશ્રણમાંથી નાની નાની ગોળ ગોળ બનાવી એક બાજુ રાખી દો.
૭ ) બાકી રહેલા મિશ્રણમાંથી તૈયાર કરેલી કલરવાળી ગોળીની ફરતે મોટો ગોળો બના...વો.(પહેલો ગોળો બનાવ્યા પછી સ્ટેપ-૮ અને ૯ને ફોલો કરો.)
૮ ) એક વાસણમાં (કડાઇમાં) ઘીને મધ્યમ આંચે ગરમ કરો.
૯ ) પહેલા ગોળાને સરખા ગરમ થયેલા ઘી માં ધીરેથી મુકીને તળી જોવો. જો ગોળો ફાટે તો ઉપરના મિશ્રણમાં થોડો વધુ મેંદો નાખીને મિશ્રણને સારી રીતે મસળી લેવુ (સ્ટેપ-૩).
૧૦ ) પછી બીજા ગોળા સ્ટેપ-૭ પ્રમાણે બનાવી ધીમાં ધીમા તાપે આછા કાળા રંગના તળો. અને એક વાસણમાં કાઢી લો.
૧૧ ) એક વાસણમાં ખાંડ ડુબે તેનાથી થોડુ વધુ પાણી લઇ ગેસની ધીમી આંચે ખાંડની ચાસણી કરવી.(ખાંડ ઓગળે અને થોડુ ઉકળે એટલે ચાસણી થઇ કહેવાય)
૧૨ ) બનાવેલી ચાસણીમાં ગરમ બનાવેલા કાલાજામ નાખવા. ચાસણીમાં ૪ થી ૫ ૫ કલાક કાલાજામ રાખવા.
૧૩ ) ત્યાર પછી ચાસણીમાંથી કાલાજામને તુટે નહી તેવી રીતે સાચવીને બહાર કાઢી લો. જેથી વધારાની ચાસણી નીકળી જાય.
૧૪ ) તેના ઉપર સજાવવા માટે કોપરાનું છીણ છાટી શકાય અથવા વરખ લગાવી શકાય, કાલાજામને એમ જ અથવા ઠંડા કરીને ખાવાથી વધારે સ્વાદીસ્ટ લાગશે.
Kaywords: કાલાજામ, Kala Jam Recipe in Gujarati, Kala Jamun, Kalajam, Eggless Kalojam Bengali Sweet
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 કાલાજામ ને રેટિંગ આપવા બદલ આભાર.