Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Jan 2025

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

મમરાના લાડુ

  81  |  2433 Views

નાસ્તો, મિઠાઇ વાનગી: ગુજરાતી

મમરાના લાડુ

બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૪ થી ૫ નંગ

સામગ્રી:

૧૦૦ ગ્રામ મમરા
૧૦૦ ગ્રામ ગોળ
૨ ટેબલ સ્પૂન ઘી
વાનગીકાર / Recipe By
testmaker

Usha Pandya

Retired Teacher / Housewife
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ ગેસ પર એક પેન માં ધીમી આંચ પર મમરા કરકરા થઈ ત્યાં સુધી શેકી લો. મમરા શેકાય જાય એટલે તેને થોડી વાર બાજુ પર રાખી દો (નોંધ :- મમરા કોરા જ સશેકવા એમા કોઈ પણ વસ્તુ/મસાલા ઉમેરવા નહી)

૨ ) એક કડાઈ/મોટા પેન માં ૨ ટેબલ સ્પૂન ઘી નાખી ગરમ કરો. ઘી ગરમ થઇ જાય પછી તેમાં ગોળ નાખી હલાવતા રહો.

૩ ) ગોળ ગરમ થઈ ને ઉપર આવે (ઊભરો આવે) ત્યારે ગેસની આંચ ધીમી કરી દો, ગોળ ની પાઇ તૈયાર થાય ત્યાં સુધી રાહ જોવો. (Queenskitchen.in Tip: એક વાટકી માં જરા પાણી લઇ ગોળનું ટીપું પાડો, પાણી નાંખેલો ગોળ એકદમ ઠંડો થઇ કડક થઇ જાય તો પાઈ તૈયાર થઈ ગઈ કહેવાય.)

૪ ) ...ગેસને બંધ કરીને ગોળની પાઇ ને ધીમે ધીમે હલાવતા રહો અને તેમા થોડા થોડા મમરા ઉમેરતા રહો.

૫ ) હાથ માં થોડું ઘી તેમજ સાથે હાથને પાણીવાળો કરીને ગોળ-મમરાના લાડુ વાળતા જાવ ( નોંધ :- ગોળ-મમરા ગરમ હોય ત્યારેજ લાડુ બનાવી લેવા, જેથી કરી ને ગોળ કડક ના થઈ જાય)

૫) તૈયાર છે મમરાના લાડુ.

Kaywords: મમરાના લાડુ, Mamra Laddu Recipe in Gujarati, Murmura Laddu, Mamra Na Laddo, Murmura Laddoo, Mamra Laddoo, Makar Sankranti Laddoo, Jaggery & Puffed Rice Sweet Balls, Pori Urundai, Uttarayan Laddu

વાનગીકાર / Recipe By
testmaker

Usha Pandya

Retired Teacher / Housewife

તમને આ વાનગીઓ પણ ગમશે

શીંગની ચીકી

શીંગની ચીકી

તલની ચીકી

તલની ચીકી

ઊંધિયું

ઊંધિયું

ઘઉંનો ગળ્યો ખીચડો

ઘઉંનો ગળ્યો ખીચડો

સાત ધાનનો ખીચડો

સાત ધાનનો ખીચડો

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 મમરાના લાડુ ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: