શિયાળુ પાક વાનગી: ગુજરાતી
બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૨૫ મીનીટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૧૫ થી ૨૦ નંગ
શીંગ ૨૫૦ ગ્રામ | |
ગોળ ૨૫૦ ગ્રામ | |
ખાવાનો સોડા ૧ ચપટી | |
૧ બટર પેપર | |
ઘી ૧ ટી-સ્પૂન |
૧ ) સૌ પ્રથમ એક કડાઈ લો . તેમાં શીંગ ને શેકી લો.
૨ ) શીંગ શેકાઈ ને થોડી ઠરે ત્યારે શીંગ ના ફોતરાં ઉતારી લો .
૩ ) શીંગ ના ટુકડા ( બે ભાગ માં અથવા નાના ટુકડા ) કરી લો.
૪ ) એક કડાઈ માં ૨૫૦ ગ્રામ ગોળ લો , ગેસ ની ધીમી આંચ પર ગોળ ની પાઇ બનાવો. તેમાં ૧ ચપટી ખાવા નો સોડા ઉમેરી ગોળ ની પાઇ ને થોડી ઘટ્ટ થવા દો.
૫ ) પાઇ ને ધીમે -ધીમે હલાવતા રહો જેથી પાઇ દાઝી ના જાઈ ( નીચે કડાઈ માં ચોંટી ના જાય ) ધીમે ધીમે પાઇ નો રંગ બદલાતો જસે અને બ્રાઉન રંગ ની ઘટ્ટ પી બને ત્યારે પાઇ માં થોડો થોડો શીંગ ના ટુકડા ઉમેરી ધીમે ધીમે હલાવતા રહો.
...>૬ ) પાઇ માં શીંગ ના ટુકડા એક રસ થાય ત્યાં સુધી હળવા હાથે હલાવતા રહો.
૭ ) હવે એક બટર પેપર લો તેમાં થોડું ઘી લઈ સરખું આખા પેપર પર લાગાવી લો, તેમાં તૈયાર કરેલો શીંગ ના મિશ્રણ ( ચીકી) ને લુવા ની જેમ પાથરી દો.
૮ ) એક વેલણ પર થોડું ઘી લાગવી હવે પાથરેલ મિશ્રણ ( ચીકી) ને જડપ થી વણી લો ,ચીકી ને કટર વડે ચોરસ ટુકડા કરી લો.
૯ ) શીંગ ની ચીકી તૈયાર.
નોંધ: બટર પેપર ના હોય તો પ્લેટફૉર્મ ને સરખૂ સાફ કરી પ્લેટફૉર્મ પર ઘી લગાવી ચીકી ને વણી શકાઈ.
Kaywords: શીંગની ચીકી, Sing Chikki Recipe in Gujarati, Peanut Chikki Recipe, Winter Special Chikki, Sing Dana Chikki, Moongfali Chikki, Makar Sankranti Chikki, Uttarayan Chikki
🙂 શીંગની ચીકી ને રેટિંગ આપવા બદલ આભાર.