Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: May 2024

શીંગની ચીકીtestmaker

શીંગની ચીકી

By Sonal Pandya

વ્યંજન

રોટલીની સુખડી (ગોળમાં)

  20  |  2111 Views

લેફ્ટઓવર, ગુજરાતી વાનગી: મીઠાઇ

રોટલીની સુખડી (ગોળમાં)

બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૧૨ થી ૧૫ નંગ

સામગ્રી:

૪ થી ૫ નંગ વધેલી રોટલી
૨ ટેબલ સ્પૂન શીંગદાણા નો ભુક્કો
ટેબલ સ્પૂન તલનો ભુક્કો( સફેદ/ લાલ)
૧ ટી સ્પૂન એલચી પાઉડર
૨ ટી સ્પૂન ઘી
૫૦ ગ્રામ ગોળ
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ ગેસ ની મધ્યમ આંચ પર લોઢી ગરમ મૂકી રોટલી ની ખાખરા ની મારફત કડક સેકી લો.

૨ ) રોટલી સેકી ગયા બાદ થોડી ઠંડી થવા માટે એક રફ રાખી દો.

૩ ) રોટલી ઠંડી થયા બાદ મિક્સર માં રોટલી નો ભુક્કો કરી લો.( એકડદમ ઝીણો ભુક્કો કરી લેવો)

૪ ) ગોળ ને ખાંડી લો.

૫ ) એક પેન ગેસ ની મધ્યમ આંચ પર ગરમ મૂકી તેમાં ૧ ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી દો.

૬ ) ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં ગોળ ઉમેરી હલાવતા રહો અન્ર ગોડ ની પાઇ આવે ત્યાં સુધી હલાવતા રહવું.( પાઇ = ગોળ નો ગરમ થઈ ઊભરો આવો )

૭ ) પાઇ આવી ગયબાદ ગેસ ની આંચ ધીમી કરી તેમાં રોટ...લી નો ભુક્કો,તલ નો ભુક્કો ,શીંગદાણા નો ભુક્કો,એલચી પાઉડર ઉમેરી એક રસ બને તેમ મિશ્રણ હલાવી લો.મિશ્રન એકરસ બને ત્યાર બાદ ગેસ બંધ કરી દો.

૮ ) એક પ્લેટ માં ૧ ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી પ્લેટ ની ફરે હાથ વડે પાથરી દો ત્યારબાદ તૈયાર કરેલ મિશ્રણ ને પ્લેટ માં ઢાળી દો અને સરખું પાથરી કટર /છરી વડે ચોસલા પાડી થોડી વાર ઠંડુ થવા માટે એક તરફ રાખી દો.

૯ ) તૈયાર છે ગરમ ગરમ રોટલી ની સુખડી.


Kaywords: રોટલીની સુખડી (ગોળમાં), Leftover Roti Sukhadi Recipe in Gujarati, Roti Sukhadi With Jaggery

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

રોટલીની સુખડી (ખાંડમાં)

રોટલીની સુખડી (ખાંડમાં)

રોટલીનો પાક

રોટલીનો પાક

રોટલીનો ચેવડો

રોટલીનો ચેવડો

રોટલી ના પકોડા

રોટલી ના પકોડા

શિંગપાક

શિંગપાક

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 રોટલીની સુખડી (ગોળમાં) ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: