ગુજરાતી, લેફ્ટઓવર વાનગી: નાસ્તો, ફરસાણ
બનાવવામાં લાગતો સમય: ૧૦ થી ૧૫ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૫ થી ૬ વધેલી રોટલી | |
૧ ટેબલ સ્પૂન તેલ | |
૧ સ્પૂન રાઈ | |
૧ ટી સ્પૂન સફેદ તલ | |
૧/૨ ટી સ્પૂન હિંગ | |
૧/૨ ટી સ્પૂન હળદર | |
૧ ટી સ્પૂન ધાણાજીરું | |
૧ ટી સ્પૂન મરચું | |
૧/૨ ટી સ્પૂન ખાંડ | |
સ્વાદ મુજબ મીઠું |
૧ ) સૌ પ્રથમ રોટલી ને નાના-નાના ટુકડા કરી લો.(બારીક ટુકડા)
૨ ) એક કડાઈ ને ગેસ ની મધેમ આંચ પર ગરમ મૂકો ત્યારબાદ તેમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ મૂકી તેમ રાઈ તેમજ હિંગ મૂકી વઘાર કરો.
૩ ) વઘાર આવી ગયા બાદ તેમાં હળદર,મીઠું,ધાણાજીરું,તેમજ સફેદ ળ ઉમેરી હલાવી લો. ત્યાર બાદ તેમાં મરચું ઉમેરી રોટલી ના બારીક કરેલ ટુકડા ઉમેરી સરખી રીતે હલાવી મસાલો રોટલી માં એકરસ બની જાઈ ત્યાંસુધી ધીમે-ધીમે હલાવતા રેહવું.
૪ ) રોલી કડક બને ત્યાં સુધી હલાવતા રહવું,ગેસ ની આંનચ મધ્યમ જ રાખવી.
૫ ) રોટલી કડક સેકી જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી દેવી અને થોડી... વાર ફરી ગેસ ની મધ્યમ આંચ પર સેકી લેવું. તૈયાર છે નરોટલી નો ચેવડો.
૬ ) કરકરો ચેવડો નાસ્તા માં ચા તેમજ કોલ્ડડ્રિંક જોડે સર્વ કરો.
નોંધ :-૧) ટોપરાનું ઝીણું ખમણ ઉમેરી શકાઈ.૨) ચેવડા ને ફ્રીજ માં રાખવો નહી,એર-ટાઇટ ડબ્બા માં ભરવો.
Kaywords: રોટલીનો ચેવડો, Crunchy Crispy Roti Chevda Recipe in Gujarati, Leftover Roti Chevda, Rotli No Bhukko, Rotli No Chevdo
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 રોટલીનો ચેવડો ને રેટિંગ આપવા બદલ આભાર.