Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Nov 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

મમરાની ચટપટી

  31  |  2465 Views

ફાસ્ટફૂડ વાનગી: ચાટ

મમરાની ચટપટી

બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે

સામગ્રી:

૨૫૦ ગ્રામ મમરા
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટી સ્પૂન રાઈ
૧/૨ ટી સ્પૂન હિંગ
૧ ટી સ્પૂન હળદર
૧ ટી સ્પૂન લાલ મરચું પાઉડર
૧ ટી સ્પૂન ધાણાજીરું
૧ ટી સ્પૂન ગરમ મસાલો
૧ ટેબલ સ્પૂન લીંબુનો રસ
૧ ટેબલ સ્પૂન ખાંડ
૧ ટેબલ સ્પૂન આદું-મરચાં ની પેસ્ટ
૧ નંગ મધ્યમ કદ નું બટેકુ
૧/૨ કપ વટાણા
૧/૨ કપ શીંગદાણા
૧ નંગ ટામેટું
૧ નંગ ગાજર
૫૦ ગ્રામ કોથમીર
૫ થી ૭ મીઠા લીમડાના પાન (વઘાર માટે)
સ્વાદ મુંજબ મીઠું
વધુ સામગ્રી વાંચો
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ બટાકા,ગાજર ની છાલ ઉતારી ઝીણા સમારી લો.

૨ ) એક વાસણ માં થોડું પાણી લો તેમાtથોડું મીઠું ઉમેરી દો ત્યારબાદ તેમાં ગાજર,વટાણા,બટાકા ના ઝીણા સમારેલ ટુકડા તેમજ શીંગદાણા ઉમેરી બાફી લો.

૩ ) બધુ જ શાક બફાઈ જાઈ ત્યારબાદ તેને ચારણી માં નીઆરી લો જેથી બધુ જ પાણી નીતરી જાય.

૪ ) ગેસ ની મધ્યમ આંચ પર એક પેન ગરમ મૂકી તેમાં ૧ ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકો ત્યારબાદ તેમાં રાઈ ઉમેરી દો થોડી વાર બાદ હિંગ ઉમેરી વઘાર કરો.

૫ ) વઘાર કર્યા બાદ તેમાં આદું-મરચાં ની પેસ્ટ ઉમેરી દો અને બાફેલા શાક ઉમેરી દો,તેમાં લાલ મરચું પાઉડર,હળદર,ધાણાજીરું,ઉમેરી ...હલાવી થોડીવાર માટે રહવા દો.( ગેસ ની આંચ મધ્યમ રાખવી)

૬ ) મમરા ને એક ચારણી માં કાઢી લો અને પાણી વડે સારી રીતે ધોઈ લો,અને પાણી નિતારી લો.

૭ ) પલાળેલ મમરા ને વઘારેલ શાક માં ઉમેરી દો અને સરસ રીતે હલાવી લો,ત્યારબાદ તેમાં સ્વાદ મુંજબ મીઠું,ખાંડ,લીંબુ નો રસ,ગરમ મસાલો ઉમેરી હલાવી ગેસ ની મધ્યમ આંચ પર ચડવા દો,મમરા અને મસાલો એક રસ થઈ જાય ત્યારબાદ તેમાં ઝીણું સ્મરેલ ટામેટું ઉમેરી ૫ થી ૭ મિનિટ માટે ઢાંકી ગેસ ની મધ્યમ આંચ પર ચડવા દો.

૮ ) ચટપટી ને એક પ્લેટ માં કાઢી લો અને કોથમીર છાંટી ગાર્નિશ કરો. તૈયાર છે મમરા ની ચટપટી.

નોંધ :-
ચટપટી માં બીટ,કેપ્સિકમ,ફણસી જેવા શાક પણ ઉમેરી શકાય.
વઘાર માં ડુંગળી પણ ઉમેરી શકાઈ.

Kaywords: મમરાની ચટપટી , Spicy Murmura Chaat Recipe in Gujarati, Spicy Murmura Bhel, Spicy Puffed Rice Chaat, Mamara Chatpati, Mamara Chaat

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

મમરાના લાડુ

મમરાના લાડુ

મિક્સ બિન ચાટ

મિક્સ બિન ચાટ

પાપડી ચાટ

પાપડી ચાટ

ઘઉંનો ડાયેટ ચેવડો

ઘઉંનો ડાયેટ ચેવડો

સાત ધાનનો ખીચડો

સાત ધાનનો ખીચડો

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 મમરાની ચટપટી ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: