ડાયેટ વાનગી: ડાયેટ, નાસ્તો
ડાયેટ વ્હીટ ચેવડા રેસીપી ડો. જ્હાન્વી પરમારે તેમના વ્યક્તિગત રેસીપી સંગ્રહમાંથી આપણી સૌ સાથે શેર કરી છે. જો તમે ડાયટ પર છો અને તમને કઇ સ્વાદિષ્ટ ખાવાનું મન થયું હોય તો આ રેસીપી તમારા માટે પરફેક્ટ રેસીપી છે.
બનાવવામાં લાગતો સમય: ૧૨ થી ૧૫ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૫ થી ૬ દિવસ
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૨૫૦ ગ્રામ ઘઉં | |
૧/૪ ટેબલ સ્પુન –પાપડીયો ખારો | |
સ્વાદ પ્રમાણે મીઠું | |
૧ ટેબલ સ્પુન દળેલી ખાંડ | |
૧/૨ ટેબલ સ્પુન-લાલ મરચાનો પાવડર | |
૧/૨ ટેબલ સ્પુન-તેલ | |
૧/૨ ટેબલ સ્પુન-ચાટ મસાલો |
૧) (પુર્વતૈયારી) ૨૫૦ ગ્રામ ઘઉંને ૧ થી ૨ લીટર પાણીમાં પલાળી દો, બીજા દિવસે પલાળેલા ઘઉંનું પાણી બદલી નાખો. ઉપરની રીત પ્રમાણે ૫ થી ૬ દિવસ ઘઉંનું પાણી બદલતા રહો.
૨) એક મોટા વાસણમાં ૨ થી ૨.૫૦૦ લીટર પાણી લઇ તેમાં ૧/૪ ટેબલ સ્પુન પાપડીયો ખારો નાખો. તથા સ્વાદ પ્રમાણે મીઠું નાખી ફુલ ગેસ પર પાણીને ઉકાળો.
૩) પાણી ઉકળી જાય પછી તેમાં પલાળેલા ઘઉં નાખો. ઘઉંને પુરા ચડવી બાફી લો.
૪) ઘઉં બફાય ગયા બાદ તેનું પાણી કાઢી લો. પછી બફાયેલા ઘઉંને સાદા પાણીથી ૪ થી ૫ વાર ધોઇ અને પાણી નિતારી લો.
૫) બાફેલા ઘઉંને સુતરાઉ કાપડમાં તડકે પહોળા કરી ઘઉં સુકાઇને કડ...ક થઇ જાય ત્યાં સુધી તડકે સુકવો.
૬) સુકાઇ ગયેલા ઘઉંને એક મોટી કડાઇમાં લઇ ગેસની ધીમી આંચે સતત હલાવતા રહીને શેકો, શેકવાથી બધા જ ઘઉં સારી રીતે ફુલી જશે.
૭) એક વાસણમાં ૧/૨ ટેબલ સ્પુન તેલ ધીમી આંચે ગરમ કરી ,તેમાં શેકેલા ઘઉં ,૧ ટેબલ સ્પુન ખાંડ, પાવડર,૧/૨ ટેબલ સ્પુન લાલ મરચા પાવડર , ૧/૨ ટેબલ સ્પુન ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું નાખી શેકેલા ઘઉંને બરાબર હલાવી લો.
૮) ઘઉંનો ચેવડો તૈયાર-તેમાં લીંબુ નાખવું હોય તો નાખી શકાય.
ઘઉં ના ચેવડાની ભેળ બનાવવાની રીત:
ઘઉંના ચેવડામાં ૧ નંગ જીણું સમારેલું ટમેટું, ૧ નંગ જીણી સમારેલી ડુંગળી,૧ જીણી સમારેલી કાકડી,૧/૨ જીણું સમારેલું બીટ,થોડીક જીણી સમારેલી કોથમીર,લીલી તીખી ચટણી તથા ખજુરની ચટણી નાખીને બનાવો ડાયેટ ભેળ સરસ લાગશે-બનશે.
Kaywords: ઘઉંનો ડાયેટ ચેવડો, ઘઉંની ડાયેટ ભેળ, Diet Wheat Chevda Recipe in Gujarati, Diet Wheat Bhel, Wheat Puffs Chiwda
🙂 ઘઉંનો ડાયેટ ચેવડો ને રેટિંગ આપવા બદલ આભાર.