Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Nov 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

ચોખાના લોટનું ખીચુ

  75  |  2620 Views

ગુજરાતી વાનગી: નાસ્તો

ચોખાનું ખીચુ, જેને પાપડી ના લોટ તરીકે પણ ઓળખવામાં આવે છે ખીચુ એક સરળ અને ઝડપથી બનતો નાસ્તો છે જેને તીખા તમ-તમતા મસાલા અને તેલ સાથે ખાવામાં આવે છે. ખીચુ ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડ તરીકે ખુબજ પોપ્યુલર છે.

ચોખાના લોટનું ખીચુ

બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે

સામગ્રી:

૧૦૦ ગ્રામ ચોખાનો લોટ
૧/૨ લીટરથી થોડું ઓછું પાણી ૩૦૦ ગ્રામ
૧/૪ ટેબલ સ્પુન પાપડીયો ખારો
૧૦ થી ૧૨ નંગ લીલા વાટેલા મરચાં
૧ ટેબલ સ્પુન અધકચરું વાટેલું જીરૂ
લાલ મરચાંનો પાવડર - પીરસવા માટે
તેલ - પીરસવા માટે
સ્વાદ પ્રમાણે મીઠું
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧) સૌપ્રથમ પાણીને ઉકાળો.

૨) ઉકળતા પાણીમાં ૧/૪ સ્પુન પાપડીયો ખારો તથા સ્વાદ પ્રમાણે મીઠું નાખો..

૩) પછી તેમાં ૧ ટેબલ સ્પુન અધકચરું વાટેલું જીરૂ તથા વાટેલા લીલા મરચાં નાખો.પાણીને બે થી ત્રણ મિનિટ ઉકળવા દો..

૪) ત્યારબાદ મસાલાવાલા ઉકળેલા પાણીમાં ૧૦૦ ગ્રામ ચોખાનો લોટ નાખો.અને ગેસની આંચ ધીમી કરો.લોટને વેલણથી જડપથી હલાવી એકરસ કરો..

૫) પછી ધીમી આંચે લોટને ખીચાને ઢાંકીને ૩ થી ૫ મિનિટ ગરમ થવા દો..

૬) ત્યારબાદ ગેસને બંધ કરીને પાંચ મિનિટ ઢાંકીને રાખો. જેથી લોટ સરસ બફાઇ જશે..

૭) ખીચું ખાતી વખતે તેમાં સ્વાદ પ્રમાણે... લાલ મરચાનો પાવદર તથા તેલ નાખીને ખવાય..

૮) ગરમ પીરસો.

Kaywords: ચોખાના લોટનું ખીચુ, Rice Khichu Recipe in Gujarati, Papdi No Lot, Rice Flour Khichu, Papad Dough

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

સુરતી લોચો

સુરતી લોચો

ખાંડવી

ખાંડવી

લીલી તુવેરના ટોઠા

લીલી તુવેરના ટોઠા

ફરાળી પેટીસ (રાજકોટની રીતે)

ફરાળી પેટીસ (રાજકોટની રીતે)

મિસળ પાવ

મિસળ પાવ

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 ચોખાના લોટનું ખીચુ ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: