મુખ્ય ભોજન વાનગી: ગુજરાતી
બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૨૫ મીનીટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૧ ) સૌ પ્રથમ લીલા તુવેરા ના દાણા ને ધોઈ લો.
૨ ) એક કુકર માં એક ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકી તેમાં ૧ ટી સ્પૂન હિંગ ઉમેરી થોડું મીઠું ઉમેરી તેલ ગરમ થવા દો.
૩ ) ગરમ થયેલ તેલ માં તુવેરા ના દાણા ઉમેરી હલાવી ૧૦૦ મિલી જેટલું પાણી ઉમેરી કુકર ને બંધ કરી એક સિટી વગાડી લો.
૪ ) લીલી ડુંગળી,લીલું લસણ,ટામેટાં ને જીના સમારી લો.
૫ ) એક કડાઈ માં તેલ ગેસ ની ,મધ્યમ આંચ પર ગરમ મૂકી તેમ ૧/૨ સ્પૂન જીરું ઉમેરી વઘાર કરી ( તેલ માં જીરું ઉપર આવી જાય ત્યારે ) તેમાં જીના સમારેલ લસણ, ડુંગળી નાખી સાતડી લો.
૬ ) ડુંગળી નો રંગ આછો ગુલાબી થાય ત્ય...ારબાદ તેમાં જીના સમારેલા ટામેટાં ઉમેરી સાતડી લો.( ગેસ ની આંચ ફાસ્ટ કરી થોડી વાર હલાવતા રહો) તેમાં સ્વાદ મુજબ મીઠું તેમજ આદું ,મરચાં ની પેસ્ટ ઉમેરી દો.
૭ ) ટામેટાં ચડી જાઈ ( એક રસ થાય) ત્યારબાદ તેમાં કુકર માં બાફેલા લીલા તુવેરા ના દાણા ઉમેરી તેમ સ્વાદ મુજબ મીઠું ઉમેરી હલાવતા રહો. શાક માંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. તૈયર છે લીલા તુવેરા ના ઠોઠા.
૮) એક પ્લેટ માં ઠોઠા કાઢી તેને બાજરા ના રોટલા અથવા સેકેલી બ્રેડ સાથે ગરમા- ગરમ સર્વ કરો.
નોંધ :-૧ ) લીલી ડુંગળી ના હોય તો સૂકી ડુંગળી નો ઉપયોગ કરી શકાય ૨ ) લીલું લસણ ના હોય તો સૂકા લસણ ને વાટી ને ઉપયોગ કરવું.
Kaywords: લીલી તુવેરના ટોઠા, Tuver Totha Recipe in Gujarati, Tuverna Totha, Totha Bread, North Gujarat Specialty Tuver Totha, Totha - Pigeon Pea Beans Curry, Gujarati Tuver Totha
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 લીલી તુવેરના ટોઠા ને રેટિંગ આપવા બદલ આભાર.