Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: May 2024

શીંગની ચીકીtestmaker

શીંગની ચીકી

By Sonal Pandya

વ્યંજન

લીલવા કચોરી

  25  |  2276 Views

ફરસાણ, નાસ્તો વાનગી: ગુજરાતી

લીલવા કચોરી

બનાવવામાં લાગતો સમય: ૪૦ થી ૫૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૧૫ થી ૨૦ નંગ

સામગ્રી:

પૂરી બનાવ માટે : ૩૦૦ ગ્રામ ઘઉ નો લોટ
૫૦ ગ્રામ મેંદો લોટ
૩૦ ગ્રામ રવો
૨ ટેબલ સ્પૂન તેલ મોણ માટે
૧\૨ ટી-સ્પૂન મીઠું
૧\૨ ટી-સ્પૂન લીંબુ નો રસ
ગરમ પાણી ૫૦ મિલી
પૂરણ બનવા માટે: ૩૫૦ ગ્રામ લીલવા(તુવેરા)
૧૦ ગ્રામ આદું
૩ થી ૪ લીલા મરચાં
૨ ટેબલ સ્પૂન તેલ
૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો
૧\૨ ટેબલસ્પૂન લીંબુ નો રસ
૩૦ ગ્રામ જીણી સમારેલી કોથમીર
૫૦૦ મિલી તેલ તળવા માટે
મીઠું સ્વાદ પ્રમાણે
ખાંડ ૧ ટેબલ સ્પૂન.
વધુ સામગ્રી વાંચો
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

પૂરી બનાવા ની પદ્ધતી:

૧ ) સૌ પ્રથમ એક વાસણ માં ઘઉ નો લોટ , મેંદા નો લોટ, રવો,૧\૨ ટી સ્પૂન મીઠું,૧\૨ ટી સ્પૂન લીંબુ નો રસ, ૨ ટેબલ સ્પૂન તેલ ઉમેરી લોટ ને મિક્સ કરી લો

૨ ) લોટ ને નવસેકા ગરમ પાણી માં બાંધી લો (લોટ ને કઠણ બાંધવો)

૩ ) લોટ બંધાઈ જાય ત્યાર બાદ લોટ ને ભીના આછા કપડાં માં વીટી ને રાખી મૂકો.

પૂરણ બનાવાની પધ્ધતી:

૧ ) સૌ પ્રથમ લીલવા (તુવેરા) ને ફોલી લો.

૨ ) લીલવા ના બી (દાણા) ને વરાળે બાફી લો.

...

૩ ) બાફેલા દાણા ને એક કપડાં માં રાખી કોરા કરી લો.

૪ ) લીલવા ના દાણા ને મિક્સર માં અધકચરા ક્રશ કરી લો . હવે આદું, લીલા મરચાં ને ક્રશ કરી લો.

૫ ) એક કડાઈ માં એક ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકો,

૬ ) તેલ ગરમ થઈ જાય ત્યારે ગેસ ની આંચ ધીમી કરી લો, તેમાં કૃશ કરેલા લીલવા ના દાણા એમજ ક્રશ કરેલા આદું-મરચાં ઉમેરી લો ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું,તલ,લીંબુ નો રસ ગરમ મસાલો, કોથમીર ઉમેરી સારી રીતે હલાવી લો. (પાણી બધુ ઉડાડી/બળી જાય તેનું ખાસ ધ્યાન રાખવું )

૭ ) કચોરી માટે બનેલા માવા ને ગેસ પર થી ઉતારી થોડી વાર ઠંડુ થવા દો. માવો ઠંડો થઈ જાય ત્યારે તેના નાના નાના ગોળાં વાડી એક તરફ રાખી દો.

૮ ) હવે એક તરફ રાખેલા લોટ ને સરખું મસડી લો. લોટ માંથી નાના લુવા બનાવી નાની પૂરી વણી લો.

૯ ) પૂરી માં માવો ના બનાવેલ ગોળા મૂકી ને પૂરી ને પોટલી ની જેમ વાળી લો અને કચોરી ને સરખું ઉપર થી બંધ કરી ફરી હળવા હાથે ગોળ ગોળ બનાવી લો.

૧૦ ) પેન માં ૫૦૦ મિલી તેલ ગેસ ની મધ્યમ આંચ પર ગ્રામ મૂકો, તેલ ગરમ થાય ત્યારબદ્દ તેમ તૈયાર કરેલ કચોરી ને આછા ગુલાબી રંગ ની થાઈ ત્યાં સુધી તળી લો.

૧૧ ) તૈયાર છે ગરમા - ગરમ લીલવા કચોરી.કચોરી ને લીલી ચટણી,આંબલી ની ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.

નોંધ :
૧ ) લીલવા ને બાફયા વગર પણ સીધા અધકચરા કરી ને ઉપયોગ માં લઈ શકાઈ, સ્વાદ મુજબ ગળપણ, ખટાસ,તીખાસ માં ફેરફાર કરી શકાય છે.
૨) જો માવો ઢીલો બની ગયો હોય અથવા કોરો બન્યો હોય તો તેમાં જરૂર પ્રમાણે બટાકા ને બાફી ને ઉમેરી અથવા ચોખા ના પૌવા ને ઉમેરી શકાઈ .

Kaywords: લીલવા કચોરી, Lilva kachori Recipe in Gujarati, Winter Fresh Toovar Kachori, Toovar Kachori, Makar Sankranti Kachori, Uttarayan Kachori

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

ઊંધિયું

ઊંધિયું

ચોખાના લોટનું ખીચુ

ચોખાના લોટનું ખીચુ

સુરતી ઘારી

સુરતી ઘારી

સાત ધાનનો ખીચડો

સાત ધાનનો ખીચડો

સુરતી લોચો

સુરતી લોચો

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 લીલવા કચોરી ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: