ગુજરાતી વાનગી: મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૩૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૭ થી ૮ કલાક
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૬ થી ૮ વ્યક્તિ માટે
૧) ૧ લીટર હૂફાળા પાણીમાં મગ, મઠ, ચણા, ચોળા, મસૂરની દાળ, છડેલા ઘઉં તથા બાજરીને ધોઈ હૂંફાળા પાણીમાં ૭હી૮ કલાક પલાળી રાખો. પલાળતી વખતે તેમાં ૧/૪ ટેબલ સ્પૂન સાજીના ફૂલ નાખી દો.
૨) બધુ બરાબર પલળી ગયા બાદ પ્રેસર કૂકરમાં ૨ ટેબલ સ્પૂન તેલ મૂકી તેમાં ૧ ટેબલ સ્પૂન રાઈ-જીરૂ તથા હિંગ મૂકી વઘાર કરો.
૩) વઘાર આવી ગયા બાદ તેમાં ટુકડા કરેલી ડુંગળી નાખો.ડુંગળીને થોડી ગુલાબી થવા દો.
૪) ડુંગળીનો રંગ બદલાઈ જાય પછી તેમાં આદું, મરચા, લસણની પેસ્ટ નાખો. ૧ મિનિટ તેને હલાવો.
૫) પછી તેમાં હળદર પાવડર, ધાણાજીરૂ પાવડર, લાલ મરચા પાવડર નાખી હલાવો.
<...b>૬) ત્યાર બાદ તેમાં પલાળેલા કઠોળ, છડેલા ઘઉં, બાજરી નાખી બધુ એક રસ થાય ત્યાં સુધી હલાવો.
૭) પછી તેમાં ૫૦૦ થી ૭૦૦ મીલી લીટર પાણી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખીને હલાવી લો.
૮) પછી મધ્યમ આંચે ગેસ પર કુકર રાખીને ૩ થી ૪સીટી વગાડો.
૯) કૂકર ઠરી ગયા બાદ તૈયારા ખીચડા પર કોથમીર નાખી ખીચડાને ધોળેલા દહીં સાથે પીરસો.
Kaywords: સાત ધાનનો ખીચડો, Saat Dhaan Khichdo Recipe in Gujarati, Saat Dhan No Khichdo
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 સાત ધાનનો ખીચડો ને રેટિંગ આપવા બદલ આભાર.