ગુજરાતી વાનગી: મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૩ થી ૪ વ્યક્તિ માટે
૧ ) સૌ પ્રથમ તુવેરદાળ તથા ચોખા ને સારી રીતે ધોઇ ને ૧૦ થી ૧૫ મિનિટ પલાળી લો.
૨ ) બટેકા, ડુંગળી તથા મરચા ના નાના ટુકડા કરી લો.
૩ ) ત્યાર બાદ એક તપેલીમા ધીમી આંચે ૨-ટેબલ સ્પૂન તેલ લઇ ગરમ મુકી રાઈ નાખો ,રાઈ તતડે એટલે તેમા તજ,લવિંગ, હિંગ અને મરચા ના ટુકડા નાખો.
૪ ) આવી ગયેલા વઘાર મા જીણા સમારેલ બટાકા નાખી ૨ થી ૩ મિનિટ હલાવી લો, ત્યાર્બાદ તેમા ડુંગળી નાખી હલાવો.
૫ ) ત્યારબાદ તેમા પલાળેલા ચોખા તથા તુવેરદાળ નાખી હલાવી લો.
૭ ) તેમા ૨૫૦ થી ૩૦૦ મિલિ પાણી ઉમેરો અને હલાવો.
૮ ) તપેલી મા મિક્સ કરેલી ખીચડી ને કુકર મા મુકી ૩ સિટી વગાડી લો.
૯ ) કુકર ઠરે પછી ખોલી ને જોઇ લો . ખીચડી તૈયાર . ખીચડી ને લસણ ની ચટણી તથા દહિ સાથે ખાઇ શકાઇ.
નોંધ:- ૧ ) ખીચડી જો છુટ્ટા દાણા વાળી ખાતા હોઇ તો પાણી ઓછુ નાખવુ.૨) ડુંગળી ન ખાતા હોઇ તો ન નાખવી.
Kaywords: વઘારેલી ખીચડી (તુવેરદાળની), Vaghareli Khichdi Recipe in Gujarati, Gujarati Vaghareli Khichdi, Gujarati Masala khichdi, Tadka Khichdi, Dal KhichdiFor Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 વઘારેલી ખીચડી (તુવેરદાળની) ને રેટિંગ આપવા બદલ આભાર.