ગુજરાતી વાનગી: મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૧) મકાઈના દાણાને મિકસરમાં અધકચરા ક્રસ કરો.
૨) એક કડાઈમાં ૨થી૩ ટેબલ સ્પૂન તેલ મુકો. તેમાં ૧/૨ ટેબલ સ્પૂન રાઈ, ૧/૨ ટેબલ સ્પૂન હિંગ, નાનો ટુકડો તજ, ૨થી૩ લવિંગ તથા ૪થી૫ મીઠા લીમડાના પાન નાખી ગેસની ધીમી આંચે ગરમ કરો.વઘાર આવી ગયા બાદ તેમાં ક્રસ કરેલી મકાઈ નાખો, ક્રસ કરેલી મકાઈને હલાવી લો.
3) તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. તથા ખમણેલા આદુનો ટુકડો, કાપેલા લીલા મરચાં(અથવા- આદુ, મરચાંની ૧ ટેબલ સ્પૂન પેસ્ટ) નાખો. ૧/૨ તેબલ સ્પૂન ગરમ મસાલો નાખો, બધો જ મસાલો નાખ્યા પછી તેને બરાબર હલાવો. તેમાં ૧થી૧/૨ ટેબલ સ્પૂન ખાંડ નાખો.
૪) પછી તેમાં ૨૦૦ ગ્રામ પાણ...ી અથવા દૂધ નાખી ગરમ કરવા મધ્યમ આંચે મુકો. બધુ જ નાખ્યા પછી ખીચડાને મધ્યમ આંચ ઉપર ચડવા દો. થોડી થોડી વારે હલાવતા રહો. જેથી ખીચડો ચોટી ન જાય.
૫) ખીચડો ચડી ગયા બાદ ૧- લીબુંનો રસ નાખીને હલાવો. ગેસને બંધ કરીને ખીચડાને પાંચ મિનિટ ઢાંકો.
૬) ગરમ પીરસો.
Kaywords: મકાઈ નો ખીચડો, Makai Khichado Recipe in Gujarati, Corn Khichado
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 મકાઈ નો ખીચડો ને રેટિંગ આપવા બદલ આભાર.