ગુજરાતી વાનગી: મિષ્ટાન
બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૩૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૭ થી ૮ કલાક
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૫ થી ૬ વ્યક્તિ માટે
૧) છડેલા ઘઉંને ૧ લીટર હુંફાળા પાણીમાં ૭ થી ૮ કલાલ પલાળી રાખો.
૨) ૪૦૦ મીલી લીટર પાણીમાં તુવેરની દાળને પણ ૭ થી ૮ કલાલ પલાળો.
૩) છડેલા ઘંઉ તથા તુવેરદાળ પલળી જાય પછી તેનું પાણી કાઢી નીતારી લેવું.
૪) પછી કુકરમાં ૨ તેબલ સ્પુન ઘી મુકી તેમાં તજના ટુકડા તથા લવિંગ નાખી વધાર મુકો. વઘાર આવી ગયા બાદ તેમાં પલાળેલા છડેલા ઘઉં તથા તુવેરદાળ શીંગદાણા નાખો.તેમાં ૧૦૦ થી ૧૫૦ મીલી લીટર પાણી કે દુધ નાખી તેને બાફી લો. (બાફતી વખતે કુકરની ૩ થી ૪ સીટી વગાડવી.)
૫) છડેલા ઘઉં તથા તુવેરદાળ બફાઇ ગયા બાદ કુકરને ઠરવા દો. કુકર ઠરી ગયા બાદ બફાઇ ગયેલા ઘંઉ તથા... તુવેરદાળમાં ખાંડ તથા ખારેક,કિસમીસ,બદામ,કાજુ ટુકડા,જાયફળ,એલાઇચી,દુધમાં પલાળેલા કેસર નાખી બધુ જ બરાબર હલાવી લો.ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું.
૬) ગરમા ગરમ ખાવા માટે પીરસો.
નોંધ: બાફતી વખતે ખાંડ નાખવી નહીં.
Kaywords: ઘઉંનો ગળ્યો ખીચડો, Wheat Sweet Khichado Recipe in Gujarati, Sweet Whole Wheat khichado, Gahu No Galyo Khichdo, Gadhio Khichdo, Makara/Makar Sankranti Sweet, Uttarayan Sweet
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ઘઉંનો ગળ્યો ખીચડો ને રેટિંગ આપવા બદલ આભાર.