મુખ્ય ભોજન વાનગી: ગુજરાતી
બનાવવામાં લાગતો સમય: ૧ થી ૧.૫ કલાક
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૫ થી ૬ વ્યક્તિ માટે
૧ ) સૌ પ્રથમ બધા શાક ને બરાબર રીતે ધોઈ ને સમારી લો.( બટાકા રીંગણ,કોબી,ફ્લાવર) તેમજ વાલોર ,પાપડી,વટાણા,તુવેરા ફોલિ લો તેમજ મેથી ને બીટી લો.
૨ ) બધા શાક ને કુકર માં મીઠું ઉમેરી બાફી લો. કરો,વઘાર થઈ ગયા બાદ તેમાં બારીક સમારેલ લીલી ડુંગળી ,,લીલું લસણ, ટામેટાં સમારેલા,ડુંગળી લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી સાતડી લો,તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં હળદર, મરચું, ધાણાજીરું,મીઠું, ખાંડ, ગરમ મસાલો, ઊંધિયા નો મસાલો ઉમેરી તેમાં પાણી ઉમેરી સરખું ઉકડવા દો.
3 ) બીજી તરફ એક બાઉલ માં ૨૫૦ ગ્રામ ચણા નો લોટ,જીણી સમારેલી કોથમીર, લસણ ની ૮ થી ૧૦ કડી પીસી ને ઉમેરવી,૩ ટી સ્પૂન તેલ,૨ ટી ...સ્પૂન મરચું, ૨ ટી સ્પૂન ધાણાજીરું, ૨ ટી સ્પૂન, ખાંડ જરૂર પ્રમાણે, ગરમ મસાલો ૨ ટી સ્પૂન,મીઠું સ્વાદ પ્રમાણે,લીંબુ નો રસ ૨ ટી સ્પૂન ઉમેરી સરખું હલાવી અને લોટ બાંધી લો,લોટ ના નાના -નાના મૂઠિયાં બનાવી ધીમા ગેસ રાખી તેલ મજ તડી લો. મૂઠિયાં બ્રાઉન રંગ ના થઈ જાય ત્યારે મૂઠિયાં તેલ માંથી કાઢી ઠંડા થવા દો. ૪ ) એક બાઉલ માં પાણી લો , પાણી ગરમ કરી લો. ૫ ) એક વાસણ માં ઘઉ નો લોટ અને રવો લો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું નાખી મિક્સ કરી લો, હવે થોડું થોડું ગરમ પાણી ઉમેરી થોડો થોડો લો બાંધી નાની નાની ગોડ ચાપડી હાથ થી બનાવી લો ચાપડી ને પણ ધીમા તાપે તેલ રાખી આછા બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી તડી લો. ૬ ) કુકર માં બાફેલા શાક ને ઠંડુ કરી શાક ને ચારણી માં કાઢી લો. ૭ ) બીજી તરફ ગેસ પર ઉકડી રહેલ મિશ્રણ માં બાફેલું શાક નાખી લો અને સરખું ઉકડવા દો. ઉંધીયા ને ધીમા તાપે ૧૦ થી ૧૫ મિનિટ રહવા દો. ઊંધિયા માંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે ગેસ બંધ કરી ઊંધિયા ને એક બાઉલ માં કાઢી લો. તૈયાર છે ગરમા ગરમ ઊંધિયું. ૮ ) એક પ્લેટ માં ચાપડી, બાઉલ માં ઊંધિયું ને પાપડ સલાડ સાથે સર્વ કરો, ચાપડી નો ભૂકો કરી તેના પર ઉંધીયું નાખી મિક્સ કરી ને ખાવું.
Kaywords: ચાપડી ઉંધિયું (તાવો), રાજકોટનું પ્રખ્યાત ચાપડી ઊંધીયુ, રાજકોટ તાવો, ચાપડી તાવો, Chapadi Undhiyu Recipe in Gujarati, Rajkot Special Chapadi Undhiyu, Chapdi Tavo Undhiyu, Rajkot Undhiyu
For Queen's Kitchen, Recipe by: Meera Dave Pandya
For Queen's KitchenRecipe by: Meera Dave Pandya
🙂 ચાપડી ઉંધિયું (તાવો) ને રેટિંગ આપવા બદલ આભાર.