નાસ્તો વાનગી: પંજાબી
બનાવવામાં લાગતો સમય: ૧ કલાક
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૨ થી ૩ કલાક
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૧૫ થી ૨૦ નંગ
૧ ) (પૂર્વતૈયારી) સૌ પ્રથમ એક બાઉલ માં મેંદાનો લોટ, ઘઉનો લોટ તેમજ રવો લો તેમાં ૨ ટેબલ સ્પૂન તેલ, સ્વાદ પ્રમાણે મીઠું અને હાથ વડે થોડો મસળીને અજમો ઉમેરી નવસેકા ગરમ પાણી વડે કઠણ લોટ બાંધી લો. હવે લોટને સફેદ મલમલના કાપડમાં વીટી લઈને કાપડ પર થોડું પાણી છાંટી ને લોટ ઢાંકીને ૨ થી ૩ કલાક એક તરફ રાખી દો.
૨ ) વટાણા તેમજ બટેકાને મીઠું ઉમેરી કુકરમાં બાફી લો.
૩ ) વટાણા તેમજ બટેકા બફાઈ જાઈ ત્યાર બાદ તેને થોડી વાર ઠંડા થવા દો.
૪ ) એક બાઉલ માં ઠંડા થયેલ બટેકાનો પૂરો અને વટાણાનો અધકચરો છૂંદો કરી લો, ત્યારબાદ તેમાં મરચું ,હળદર, ધાણાજીરું, આદું મરચાં ની ...પેસ્ટ, આમચૂર પાઉડર, ખાંડ, ગરમ મસાલો, જીણી સમારેલી ડુંગળી, લસણ, જીણી સમારેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિશ્રણ ને એક સરખું મિક્સ કરી માવો તૈયાર કરો.
૫ ) એક પેન/કડાઈ માં ગેસની મધ્યમ આંચ પર તેલ મૂકો.
૬ ) એક વાટકી માં ૧ ટી-સ્પૂન જેટલો મેંદાનો લોટ લો તેમાં થોડું પાણી ઉમેરી લોટ ની ઘટ્ટ લય તૈયાર કરો. (Queenskitchen.in Tip: લય એટલે, લોટ અને પાણીનું મિશ્રણ)
૭ ) હવે એક તરફ રાખેલા લો ને સરખો મસળી લો, લોટના મધ્યમ કદના લુવા બનાવી પૂરી વણી લો, પૂરી ના બે સરખા ભાગ થાય તેમ વચ્ચેથી કાપી લો.
૮ ) હવે પૂરીના એક ભાગ ને એક તરફ વાળી તેની કિનારી પર લોટની લય લગાવો ત્યાર બાદ પૂરીના બીજા ભાગને વાળી ચોંટાડો, હવે પુરીનો કોન શંકુ આકારનો બનશે. તેમાં તૈયાર કરેલો માવો ભરી ખુલ્લી કિનારી ઉપર લોટની લય લગાવી કાચા સમોસાને ઉપરથી ધીમે ધીમે વાળીને બંધ કરી દો.
૯ ) ગરમ થયેલા તેલમાં કાચા સમોસાને લોટ સુકાઈ જાય તે પહેલા ગેસની મધ્યમ આંચ પર આછા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળવા. તૈયાર છે ગરમા-ગરમ સમોસા.
નોંધ : આમચૂર પાઉડર ના હોય તો લીંબુ નો રસ ઉપયોગ માં લઈ શકાઇ.
Kaywords: સમોસા, Samosa Recipe in Gujarati, Punjabi Samosa, Aloo Samosa
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 સમોસા ને રેટિંગ આપવા બદલ આભાર.