ફરાળી વાનગી: ફરસાણ, નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૪૦ થી ૫૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૧૦ થી ૧૨ નંગ
૧ ) સૌ પ્રથમ બટાકા ને ધોઈ લો.
૨ ) બટાકા ને છાલ ઉતારી થોડું મીઠું ઉમેરી બાફી લો.
૩ ) બાફેલા બટાકા નો માવો બનાવી લો અને માવા ના એકસરખા બે કરી લો.એક ભાગ ને એક તરફ રાખી દો .
૪ ) ગેસ ની મધ્યમ આંચ pr શીંગદાણા ને આછા ગુલાબી રંગ ના સેકી લો. સેકલા શીંગદાણા થોડા ઠંડા પડે ત્યારે તેને મિક્સર અધકચરા ક્રશ કરી લો.
૫ ) ગેસ ની ધીમી આંચ પર એક પરં ગરમ મૂકી તેમાં ૧ ટેબલ સ્પૂન ઘી ગરમ મૂકી તજ મૂકી થોડું સાતડી લો.ત્યાર બાદ તેમાં સફેદ તલ ઉમેરી સાતડી લો.
૬ ) સાતદડેલા તલ માં અધકચરા ક્રશ કરેલ શીંગદાણા નો ભૂકો ઉમેરી સેકી લો,ત્યારબાદ તેમાં ... આદું મરચા ની પેસ્ટ,સ્વાદ મુજબ મીઠું,ધાણાજીરું,ખાંડ,લીંબુ નો રસ,જીણી સમરેલ કોથમીર,ગરમ મસાલા પાઉડર,ઝીણા સમરેલ લીલા મરચા ઉમેરી સારી રીતે હલાવી લો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલ બટાકા નો માવો ઉમરી સારી રીતે મિશ્રણ તૈયાર કરી લો મિશ્રણ ને ઠંડુ થવા માટે થોડી વાર એક તરફ રાખી દો.
૭ ) એક તરફ રાખેલા બટાકા ના માવા ને એક વાસણ માં લઈ તેમાં થોડો શિંગોળા નો lot ઉમેરી થોડું મીઠું જરૂર લાગે તો ઉમેરી સરખો લોટ બાંધી લો.
૮ ) એક ત્યાર તૈયાર કરેલા બટાકા ના ઠંડા મિશ્રણ માંથી નાના-નાના બોલ બનાવી લો.
૯ ) તૈયાર કરેલ લોટ માંઆછા થી પ્રમાણ ના સરખા લુવા બનાવી તેમ બટાકા ના બોલ મૂકી લુવા ને બંધ કરી સરખું ગોળ પેટીસ બનાવી લો.
૧૦ ) એક પેન માં ગેસ ની મધ્યમ આંચ પર તેલ ગરમ મૂકો ,તેલ ગરમ થઈ જાય ત્યાર બાદ તેમાં તૈયાર કરેલા પેટીસ ને બ્રાઉન રંગ ની બને ત્યાંસુધી તડી લો.
૧૧ ) તૈયાર કરેલ પેટીસ ને સર્વિંગ પ્લેટ માં કાઢી તેને ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.
Kaywords: ફરાળી પેટીસ (રાજકોટની રીતે), Rajkot Style Farali Patties Recipe in Gujarati, Rajkot's Farali Patties, Rajkot Style Farali Vada
For Queen's Kitchen, Recipe by: Meera Dave Pandya
For Queen's KitchenRecipe by: Meera Dave Pandya
🙂 ફરાળી પેટીસ (રાજકોટની રીતે) ને રેટિંગ આપવા બદલ આભાર.