Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Jan 2025

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

કંસાર | લાપસી

  107  |  1 Review  |  2734 Views

મિઠાઇ વાનગી: મિષ્ટાન

કંસાર | લાપસી

બનાવવામાં લાગતો સમય: ૩૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે

સામગ્રી:

૨૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ
૧૦૦ મિ.લી.પાણી
૧૨૫ ગ્રામ ગોળ
૨૫ થી ૩૦ ગ્રામ ઘી
૪ થી ૫ ટેબલ સ્પૂન
તેલ ૨૫ ગ્રામ બુરુ (ખાંડ પાવડર)
સજાવવા માટે બદામ-કાજુની કતરી
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧) એક વાસણમાં ૧/૨ વાટકી પાણી ગરમ કરવા મુકો. તેમાં ગોળ તથા એક થી દોઢ ચમચી તેલ અથવા ઘી નાખો. તેને ઉકાળો.

૨) એક વાસણમાં ઘઉંનો લઇ તેમાં ૩ થી ૪ ચમચી જેટલું તેલનું મણ નાખવું. લોટમાં તેને બરાબર મિક્સ કરો.

૩) મિક્સ કરેલા લોટને ગોળના ઉકળતા પાણીમાં નાખો. ગેસને સાવ ધીમો કરી દો. ૩ થી ૫ મિનિટ બાદ તપેલીમાં નાખેલા ઘઉંના લોટમાં ઊભુ વેલણ ચારે તરફ તથા વચમાં નાખી (પાંચ કાણા પાડી) પછી લોટને ઢાંકી દો.

૪) ૫ થી ૬ મિનિટ બાદ લોટને વેલણથી બરાબર એક રસ કરી દો. ઘઉંનો લોટ તથા ગોળનાપાણીને બરાબર મિક્સ કર્યા પછી લોઢી પર ધીમા તાપે ૫ થી ૭ મિનિટ રાખો. પછી ગેસને બંધ કરી દો. અ...ને લાપસીને થોડી વાર ખુલ્લી રાખીને ફરીથી હલાવો.

૫) લાપસી (કંસાર) બની ગયા બાદ તેમાં સરખું ઘી નાખી ચોળી લો.

૬) પીરસતી વખતે થોડું બુરુ, કાજુ કતરી, બદામ કતરી નાખીને પીરસવું.

નોંધ:
૧) જો લાપસી હલાવતી વખતે ચીકણી કે ઢીલી લાગે તો થોડો ઘઉંનો તેલના મણ વાળો લોટ નાખીને પાંચ થી સાત મિનિટ ઢાંકી દેવો. ફરી લોટને મિક્સ કરવો.
૨) ઘઉંના લોટને કોરો ઢાંકીને શેકીને આજ પ્રમાણે બનાવાય.

Kaywords: કંસાર, લાપસી, Kansar - Lapsi Recipe in Gujarati, Gujarati Kansar, Lapsi Sweet Dish, Traditional Kansar

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

દામડી ઢોકળા

દામડી ઢોકળા

પંજરી/જન્માષ્ટમીનો પ્રસાદ

પંજરી/જન્માષ્ટમીનો પ્રસાદ

દૂધ પૌવા (શરદ પૂનમ માટે)

દૂધ પૌવા (શરદ પૂનમ માટે)

બ્રેડ પુડિંગ

બ્રેડ પુડિંગ

દૂધીના લચ્ચા

દૂધીના લચ્ચા

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 કંસાર | લાપસી ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો:
Review:

Thank you so much for sharing the authentic Lapsi Recipe, I was looking for this for a long time and my search ended here with your recipe, please do share a video tutorial for the same. by Ravi Dave on 11-03-2015 12:03 PM

Thank you so much for your feedback 😍
- Queen's Kitchen Family