ગુજરાતી વાનગી: મુખ્ય ભોજન, નાસ્તો, ફરસાણ
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૪ થી ૫ કલાક
લેવલ ઓફ કુકીંગ: મધ્યમ
સર્વીગ: ૧૫ થી ૧૭ નંગ
૫૦૦ ગ્રામ મગની ફોતરાંવાળી દાળ | |
૨૦૦ ગ્રામ કોબી | |
૨૦૦ ગ્રામ ચીઝ | |
મીઠું સ્વાદ મુજબ | |
૧ ટેબલ સ્પૂન મરી પાઉડર | |
૧ ટેબલ સ્પૂન ચાટ મસાલો | |
૧૦ થી ૧૨ ટેબલ સ્પૂન તેલ | |
૪ ટેબલ સ્પૂન આદું- મરચાં ની પેસ્ટ | |
૧૦૦ ગ્રામ કેપ્સિકમ |
૧ ) (પૂર્વ તૈયારી) સૌ પ્રથમ માંગ ની દાળ ને સારી રીતે ધોઈ લો.
૨ ) (પૂર્વ તૈયારી) દાળ ને ધોઈ ને ૪ થી ૫ કલાક પલાળી દો.
૩ ) દાળ પલળી ગયા બાદ દાળ મસળી ને તેના ફોતરાં ઉતારી દો ત્યારબાદ વધેલા પાણી તેમજ ફોતરાં કાઢી લો.
૪ ) ફોતરાં કાઢી લીધા બાદ દાળ ને મિક્સર માં એજદઉં મુલાયમ બને તેવી રીતે પીસી દોવણ તૈયાર કરી લો .(જરૂર પડે તો પાણી ઉમેરવું)
૫ ) તૈયાર કરેલ દોવણ માં આદુ-મરચાં ની પેસ્ટ તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરી ઢોંસા જેવુ ખીરું બનાવી લો.
૬ ) કોબી ને બારીક ખમણી લો.
૭ ) ચીઝ ને ખમણી લો.
૮ ) કેપ્...સિકમ ને ઝીણા સમારી લો.
૯ ) ખમણેલા કોબી,કેપ્સિકમ તેમજ ચીઝ ને એક બાઉલ માં મિક્સ કરી તેમાં આદું-મારચા ની પેસ્ટ,મારે પાઉડર,ચાટ મસાલો,સ્વાદમુજબ મીઠું ઉમેરી સરસ રીતે મસાલો હલાવી મિક્સ કરી એક તરફ રાખી દો.
૧૦ ) ગેસ ની મધ્યમ આંચ પરનોનસ્ટિક પેન ગરમ મૂકી તેના પર થોડું એલ લગાવી એક ઊંડા ડોયાં વડે માંગ ની દાળ નું દોવણ ઢોંસા ની મારફત પાથરી દો ચીલ્લ્ય ની ઉપર થોડું તેલ લગાવી ચિલ્લા ને બંને તરફ આછા ગુલાબી રંગ ના સેકી લો
૧૧ ) હવે ચિલ્લા ની બીજી તરફ તૈયાર કરેલ મસાલો ૨ થી ૩ ટેબલ સ્પૂન જેટલો ભરી રોલ વાળી ગરમ -ગરમ સર્વ કરો. તૈયાર છે માંગ ની દાળ ના ચિલ્લા.
નોંધ :- ચીઝ તેમજ આદું-મરચાં ની પેસ્ટ ને સ્વાદ મુજબ પ્રમાણ માં ઓછું વધુ કરી શકાઈ
Kaywords: મગની દાળના ચીલ્લા, Stuffed Moong Dal Chilla Recipe in Gujarati, Moong Dal Cheela, Indian Mung Bean Pancake
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 મગની દાળના ચીલ્લા ને રેટિંગ આપવા બદલ આભાર.