મહારાષ્ટ્રીયન વાનગી: નાસ્તો, મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૧ રાત
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ થી ૫ વ્યકિત માટે
૧૦૦ ગ્રામ મઠ | |
૧/૨ ટેબલ સ્પૂન હળદર પાવડર | |
મીઠું સ્વાદ પ્રમાણે | |
૨થી૩ નંગ લીલા મરચાં | |
૫થી૬ કળી લસણ | |
૨ નંગ ટમેટાં | |
૧/૪ ટેબલ સ્પૂન લાલ મરચાંનો પાવડર | |
૧ ટેબલ સ્પૂન તેલ | |
૫થી૭ નંગ મીઠાલીમડાના પાન (કઢી પતા) | |
૨ નંગ ડુગળી જીણી સમારેલી | |
૫થી૭ નંગ પાઉં |
૧) (પૂર્વતૈયારી)૧૦૦ ગ્રામ મઠને રાત્રે હુફાળાં પાણીમાં પલાળી દો.
૨) બીજે દિવસે પલાળેલા મઠને કુકરમાં થોડું મીઠું, ૧/૨ ટેબલ સ્પૂન હળદર નાખીને બાફી લો.
૩) મિકસરમાં ૨ નંગ ટમેટા, ૫થી૭ કળી લસણ, ૨થી૩ નંગ લીલા મરચાને પાણી નાખી પાતળી પીસીને પેસ્ટ બનાવો.
૪) એક વાસણમાં ૧ ટેબલ સ્પૂન તેલ મુકી મધ્યમ આંચે ગરમ કરો. તેમાં ૫થી૭ નંગ મીઠાલીમડાના પાન નાખો. મીઠા લીમડાના પાનને કડક થવા દો.
૫) મીઠાલીમડાના પાન કડક થઈ ગયા બાદ તેમાં ટમે, લસણ, લીલામરચાની બનાવેલી પેસ્ટ ઉમેરો અને સારી રીતે હલાવી લો.
૬) તેમાં બાફેલા મઠ નાખો. સાથે સ્વાદ પ્રમાણ...ે મીઠું તથા ૧/૪ ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર ઉમેરો. તેમાં પાણી નાખી મિસળને બરાબર ઉકાળો. ઉકાળતી વખતે મિસળ પાતળુ રહે તે ધ્યાનમાં રાખો.
પિરસતી વખતે મિસળ ઉપર જીણી સમારેલી ડુંગળી નાખો, મિસળને પાઉં સાથે પિરસો.
Kaywords: મિસળ પાવ, Misal Pav Recipe in Gujarati, Marathi Misal Pav, Maharashtrian Misal Pav, Kolhapuri Janjanit Misal
🙂 મિસળ પાવ ને રેટિંગ આપવા બદલ આભાર.