Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Jan 2025

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

આદુ-લીંબુ શરબત

  102  |  2296 Views

શરબત, ફ્યુઝન વાનગી: એપાટાઈઝર, બ્રેવેરજીસ/પીણાં

આદુ-લીંબુ શરબત

બનાવવામાં લાગતો સમય: ૩૦ થી ૩૫ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૩૦ થી ૪૦ ગ્લાસ

સામગ્રી:

૫૦૦ ગ્રામ તાજા-પાકા લીંબુ
૭૫૦ ગ્રામ ખાંડ
૧૫૦ ગ્રામ આદુ
૧ લીટર પાણી
સ્વાદ મુજબ મરી પાવડર
સ્વાદ મુજબ મીઠું
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧) એક લીટર પાણીમાં ૭૫૦ ગ્રામ ખાંડ નાખી તેજ ગેસ પર પાણીને ગરમ કરો. ૫ મિનિટ બાદ ગેસની આંચને મધ્યમ કરી દો. થોડી થોડી વારે હલાવતા રહો. ચાસણી ઘટ્ટ થાય.(૧ તારની થાય) પછી ગેસને બંધ કરી દો.

૨) આદુને સારી રીતે ધોઇ આદુના ટુકડા કરી મિક્ષરમાં ૧ કપ પાણી લઇને રસ કાઢો. અને રસને ગરણીથી ગાળી લો.

૩) આદુના રસને બનાવેલી ખાંડની ચાસણીમાં નાંખો.અને ૫ થી ૭ મિનિટ ધીમી આંચે ઉકાળો.જે આદુના રસનો સ્વાદ ચાસણીમાં આવી જાય.ચાસણીને ગેસ પરથી ઉતારી થંડી થવા દો.

૪) બીજી તરફ લીબું ને સારી રીતે ધોઇ રસ કાઢો અને તેને ગરણીથી ગાળી લો.

) લીબુંના રસને હુંફાળી ચાસણી (...ઓછી ગરમ) હોય ત્યારે તેમાં નાંખો. ચાસણી અને લીંબુના રસને સરસ રીતે હલાવી એક રસ કરો.

૫) ઠરી ગયા પછી આદુ લીંબુના શરબને કાચની બોટલમાં ભરી ફ્રિઝમાં રાખો.

૬) શરબત પીવા આપતી વખતે ગ્લાસમાં ૧/૪ ટેબલ સ્પુન મીઠું,ચપટી મરી પાવડર તથા એક મોટી ટી-સ્પુન આદુ-લીંબુનું શરબત નાખો. બાકી પાણી નાખી સારી રીતે હલાવીને મહેમાનોને સર્વ કરો.

આ શરબત એપેટાઇઝર છે.

Kaywords: આદુ-લીંબુ શરબત, Ginger Lemonade Recipe in Gujarati, Ginger Lemon Syrup, Adu Nimbu Sharbat, Adu Limbu Sharbat, Nimbu Adrak Ka Sharbat Recipe

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

જાસૂદ-ગુલાબના ફૂલનું શરબત

જાસૂદ-ગુલાબના ફૂલનું શરબત

ટામેટાનો સૂપ

ટામેટાનો સૂપ

રાજસ્થાની પકોડા કઢી

રાજસ્થાની પકોડા કઢી

ઠંડાઇ શરબત

ઠંડાઇ શરબત

મિસળ પાવ

મિસળ પાવ

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 આદુ-લીંબુ શરબત ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: